Gujarat

ચાંચકવડ ગામમાં બે શખ્સ વચ્ચે બોલાચાલી થતા લાટો મારી ૧ યુવકની હત્યા

ઊના
ઊનાનાં ચાંચકવડ ગામમાં ફાકી ખાવા મુદ્દે બે શખ્સ વચ્ચે બોલાચાલી થયા બાદ એક યુવાનની પાટુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જે યુવાનની હત્યા કરી નખાઇ હતી તેના પરિવારજનો પણ ત્યાં હાજર હતા. પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધારવાડી વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતો ભરત જીકાભાઇ સોલંકી નામનો યુવાન પાનની દુકાને ફાકી ખાવા ગયો હતો. આ સમયે ત્યાં હાજર મહેશ મનુભાઇ ડાભી સાથે માવો ખવડાવવા બાબતે માથાકૂટ થતાં ગાળાગાળી થઇ હતી. આ અંગેની જાણ ભરતના ભાઇ પ્રવિણને થતાં તે તેના પિતરાઇ સાથે ત્યાં ગયો હતો અને મહેશને ઠપકો આપતા ફરી બોલાચાલી થતાં મહેશ ડાભી અને અરજણ સોલંકીએ ભરત પર હુમલો કરી ગુપ્ત ભાગે પાટુ મારી દેતાં તે બેભાન થઇ ગયો હતો અને સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પોલીસે ખૂનનો ગુનો નોંધ્યો હતો. સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા મૃતક ભરતને મોટાભાઈ પ્રવિણભાઈ અને પરિવારજનોની હાજરીમાં જ આરોપીઓએ ઢોર માર માર્યો હતો. અને તેમનું મોત થયું હતું તેમ પ્રવિણભાઈએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *