.
ગિરગઢડા તા 10
ભરત ગંગદેવ..
ખાંભા તાલુકાની આંગણવાડી(નંદઘર) ની સુવિધા અને ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી અને અધૂરી તથા નવી બનેલી અને શરૂ થયા પહેલાં પડી ગયેલ. આંગણવાડી
ગુજરાત સરકાર ની બાળકોને નાનપણથી જ સ્વચ્છતા અને નિયમિતતા તેમજ આરોગ્યલક્ષી સંસ્કારના સિંચન માટે શરૂ કરવામાં આવેલી આંગણવાડી યોજના નો પછાત એવા ખાંભા તાલુકામાં બે ધારાસભ્યો અને તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની ફોજ હોવા છતાં ખાંભા તાલુકામાં જિલ્લાના જવાબદાર અધિકારીઓ ના પાપે યોજના નિષ્ફળ ગઇ હોય તેમ નીચે મુજબના મુદ્દાસરની ભીખાભાઇ બાટાવાલા ની રજૂઆત ભૂલકાઓનો વ્યાપક હિત ખાતર ધ્યાને લેવી
1. ખાંભાના તાતણીયા કોડ નંબર 16 – ખાંભા કોડ નંબર 13 – ખડાધાર કોડ નંબર 27 ઉમરીયા કોડ નંબર 64 – ડેડાણ કોડ નંબર 72 – મુંજીયાસર કોડ નંબર 79 – મોટા બારમણ કોડ નંબર 99 ઉપર મુજબની આંગણવાડી કેન્દ્ર (નંદઘર) ના બાંધકામ પાંચ વર્ષ પહેલા શરુ કરવામાં આવેલ અને હાલ પણ ઉપરોક્ત સાત આંગણવાડી કેન્દ્રના કામ અધૂરા હોવાથી આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલતી હોય ભ્રષ્ટ જવાબદાર આઇ.સી.ડી.એસ.ના અમરેલી જિલ્લાના બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરી અધૂરા આવાસ ના તમામ બિલ ચૂકવી સરકાર ના તેમજ પ્રજાના પરસેવાના ટેક્ષ રૂપી કરોડો રૂપિયા ચાઉ કરી જવાયા છે જેમાં પણ મુંજીયાસર ની આંગણવાડી કેન્દ્ર નંબર 79 ના નંદઘરનું કામ પાંચ વર્ષ પહેલા અધૂરું છોડી નાણા ચાઉ કરી જવાયા છે તે નંદઘર નંબર 79 બાંધકામ કરાયાના બીજા વર્ષમાં જ દીવાલ પડી ગયેલ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કે તપાસ થઈ ન હોવાથી મુંજીયાસર ની પડી ગયેલા આંગણવાડી કેન્દ્ર નો કાટમાળ જેમનો તેમ હોય મુંજીયાસર ની આંગણવાડી કેન્દ્ર કોઈપણ જાતની સુવિધાઓ વગર ના મકાનની ઓસરીમાં ચાલે છે
2. સરકાર ના 2017-18 ના પરિપત્ર મુજબ ગ્રામ્ય વિસ્તારની ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી કેન્દ્રને માસિક રૂપિયા 1000 ભાડાના ચૂકવવાના થતા હોય ભ્રષ્ટ સરકારી બાબુઓ ની ધુતરાષ્ટ નજરથી ઉપરોક્ત સાત આંગણવાડી કેન્દ્રોના ભાડાના રૂપિયા 7000 સરકારને ચૂકવવા પડે છે
3. ખાંભા ગામની બે થી ચાર આંગણવાડી કેન્દ્રોના મકાન આઇ.સી.ડી.એસ. ની માલિકીના ન હોવાથી ભાડાના મકાનમાં કે જેમાં આઇ.સી.ડી.એસ. ગાઇડલાઇન મુજબ ની સુવિધાઓ વગરના અને અધૂરા બાંધકામ વાળા મકાન માં આંગણવાડી કેન્દ્ર ચાલે છે તેમજ આઇ.સી.ડી.એસ. ની માલિકીના ખાંભા ગામમાં ચાલતા નંદઘર ફરતી સુરક્ષા દિવાલ ન હોવાથી આંગણવાડી કેન્દ્ર આગળ સ્થાનિક લોકો દ્વારા કચરો ઠલવાતો હોવાથી સ્વચ્છતાના પાઠ ભણાવવાના ઉદ્દેશથી ચલાવતી આંગણવાડીઓના બાળકોને નાનપણથી જ જાણે કે ગંદકી સાથે જીવવાનો પાઠ શીખવતા હોય તેમ બાળ માનસ ઉપર ખોટી અસર થાય છે
4. ખાંભા ના આશ્રમ પરા ખાતે આવેલ બે આંગણવાડી કેન્દ્રન અને ગોંદરા ચોકમાં આવેલ બે આંગણવાડી કેન્દ્રમાં સુરક્ષા દિવાલ ના અભાવે જાણે કે આંગણવાડી કેન્દ્રો ઉકરડા બન્યા હોય તથા ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે
5. સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્ર માટે મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે ખાંભા તાલુકા ના આઇ.સી.ડી.એસ. વિભાગ અમરેલી દ્વારા અન્યાય કરતા હોય તેમ ખાંભાના દલડી કોડ નંબર 33 – કંટાળા કોડ નંબર 35 – દાઢીયાળી કોડ નંબર 46 – અનિડા કોડ નંબર 63 – ઉમરીયા કોડ નંબર 64/65 – નિંગાળા કોડ નંબર 82 – વાંગધ્રા કોડ નંબર 83 – મુંજીયાસર કોડ નંબર 79 – નવા માલકનેસ કોડ નંબર 77 ના આંગણવાડી કેન્દ્ર મનરેગા યોજના અંતર્ગત વર્ષોથી મંજુર થયેલ હોવા છતાં જવાબદાર વિભાગ દ્વારા કુંભકરણ ની ઊંઘ ની ભૂમિકા ભજવાતી હોય તેમ નંદઘાર ભાડાના મકાનમાં વર્ષોથી ચાલે છે જેમાં પાણી-સંડાસ-બાથરૂમ અને સ્વચ્છતાનો અભાવ હોય તે નરીઆંખે દેખાતું હોવા છતાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઇ.સી.ડી.એસ.વિભાગ તથા જિલ્લા પંચાયતના જવાબદારોને દેખાતું ન હોય તેમ “હોતી હૈ ચલતી હૈ” જેવો ઘાટ થયો હોય તેમ મનરેગામાં મંજુર થયેલ આંગણવાડી કેન્દ્રો તાત્કાલિક અસરથી બાંધકામ ચાલુ કરાય તેમજ સરકારશ્રીનો ઉદ્દેશ બહાર આવે તેવી વિનંતી સહ માંગણી છે.
6. ખાંભાના ખેતી અને પશુપાલન ઉપર નભતા પીપળવા ગામે દાતાઓના દાનથી મળે મકાન માં આંગણવાડી કેન્દ્ર નંબર 22 ચાલે છે જે તોકતે વાવાઝોડામાં ક્ષતિગ્રસ્ત બનેલી જે એક વર્ષ વિત્યા છતાં મરામત કરાયેલ નથી, તેમજ પીપળવા ની જ બીજી આંગણવાડી કેન્દ્ર નંબર 23 નું મકાન જ ન હોવાથી કોઇ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ વગર ના મકાનમાં નંદઘર ચલાવવામાં આવે છે ઉપરોક્ત કેન્દ્ર નંબર 22/23 માં સ્થાનિક પંચાયત દ્વારા પાણી ની સુવિધાઓ પૂરી ન પડાતી હોવાથી કેન્દ્ર સંચાલિકા બહેનો અને તેડાગર બહેનો દ્વારા બહારથી પાણી લાવી પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે અને નાના ભૂલકાઓ પોતે પોતાના ઘરેથી પ્લાસ્ટિકની બોટલ લાવી પાણી ની સુવિધાઓ કરતાં જોવા મળે છે
7. ખાંભાના ઉમરીયા ગામે આવેલ સરકારી માલિકીની આંગણવાડી કેન્દ્ર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બનેલી હોય તેમ છતમાંથી પ્લાસ્ટર ના પોપડા ખરે છે અને ભયના ઓથાર નીચે બાળકો અને સંચાલકો જીવના જોખમ તોળાવા ના ડર થી બે વર્ષથી બંધ કરી ગ્રામ પંચાયત ગ્રાઉન્ડમાં આવેલ સંડાસ-બાથરૂમ-પાણીની સુવિધા વગર નાનકડા રૂમમાં કેન્દ્ર નંબર 64 ચલાવવાની ફરજ પડે છે, જ્યારે ઉમરીયા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 65 માં આંગણવાડી નું મકાન બનાવ્યા બાદ કેન્દ્ર ચાલુ જ થયેલ ન હોવાથી આસપાસના નાગરિકો પશુઓનું ઘાસ – નીરણ – છાણા – લાકડા ભરતા હોવાથી ગંદકી અને નજીક આવેલા અવેડાના પાણીથી ગારો – ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ રહેતો હોવાથી અને આંગણવાડી કેન્દ્ર નંબર 65 ના મકાનના ઉદ્ઘાટન થયા વગર આંગણવાડી કેન્દ્ર નંબર 65 વર્ષોથી ઉમરીયા ગામ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંડાસ – બાથરૂમ કે પાણીની સુવિધા વગર નાનકડા રૂમમાં ચલાવાઈ રહી છે
8. સરકાર શ્રી દ્વારા મનરેગા યોજના અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત પણ સાત લાખ રૂપિયા આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે ફાળવવા સહિત સરકારી માલિકીની આંગણવાડી કેન્દ્ર ને અપગ્રેસન માટે રૂપિયા બે લાખ અને રીપેરીંગ માટે 3000 રૂપિયા ફાળવાયા હોવા છતાં ખાંભા તાલુકાની તમામ આંગણવાડીઓ રીપેર કે અપગ્રેશન કરવા નો આવવા સાથે તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્ર ફરતે સુરક્ષા દિવાલ ન હોવાથી તમામ આંગણવાડી આસપાસના રહીશો દ્વારા તમામ પ્રકારનો કચરો આંગણવાડી કેન્દ્રોમાં કે નજીકમાં નખાતો હોવાથી આંગણવાડી કેન્દ્ર જાણે કે ઉકરડા માટે જ બનેલી હોય તેવું જોવા મળે છે તેમજ આંગણવાડી કેન્દ્ર ફરતી સંરક્ષિત દીવાલો ન હોવાથી પશુઓ રાત્રિના સમયે રહેતા હોવાથી છાણ અને મુત્તરથી ગંદકી થતી હોય છે
9. ખાંભા તાલુકાની આઇ.સી.ડી.એસ. શાખા અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની ગામ અને કોડ નંબર સહિતની અધુરી – પડી ગયેલ – સરકારી માલિકીની અને ભાડાના મકાનમાં ચાલતી – ક્ષતિગ્રસ્ત બંધ હાલતની એમ તમામ આંગણવાડીઓ ની મુદ્દાસરની અમારી રજૂઆત સંદર્ભે આપની કક્ષાએથી ત્વરિત તપાસ કરાવી ખેતી અને પશુપાલન ઉપર નભતા પછાત એવા ખાંભા તાલુકાના ભૂલકાઓ ના આરોગ્ય અને સરકાર ની યોજનાઓ ભૂલકાઓને સંપૂર્ણ લાભ મળે સરકારી યોજનાઓ સફળ બને તેવા ઉમદા આશયથી અને સવિસ્તાર રજૂઆતો ધ્યાને લઇ ખાંભા તાલુકાની આંગણવાડીઓ મોડલ આંગણવાડીઓ બને અને તેનો સંપૂર્ણ લાભ ભૂલકાઓને મળતો થાય તેવી કાર્યવાહી કરવા અમારી રજૂઆત અને માંગણીઓ સ્વીકાર કરી ખાંભા તાલુકાની આંગણવાડીઓના તમામ પ્રકારના પ્રશ્નો ઉકેલવા ભીખાભાઇ બાટાવાલા ની મુખ્યમંત્રી. સચિવ. ડી.ડી.ઓ અને જિલ્લા કક્ષા એ રજુવાત…


