Gujarat

વિશ્વ ની અજાયબી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા હાલોલ બોડેલી નેશનલ હાઇવે ની વીતેલા 22 વર્ષ માં સૌ પ્રથમ વાર અત્યંત ખરાબ હાલત છતાં તંત્ર ઘોર નિંદ્રા માં 

       42 કિમિ માં “ચાર હજાર બસો ખાડા”  એક કિમિ દીઠ  ખાડા
     હાઇવે ઉપર થતા અકસ્માતો માં અનેકો ના જીવ ગયા તો સેંકડો લોકો ને ઇજાઓના પગલે હાથ પગ તુટ્યા
     જાણવા મળ્યા મુજબ વીતેલા દસ વરસ પહેલા  હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર પ્રથમ વાર રોડ એટલી હદે ખખળ ધજ થયો છે કે સને.1997/98 ની યાદ તાજી થઈ છે ભૂતકાળમાં બે દાયકા અગાઉ  જે રોડ ની હાલત અત્યંત ખરાબ હતી તેવી આજે વરસો બાદ જોવા મળે છે
      અગાઉ 98 માં  આ રોડ ની હાલત હતી તેવીજ હાલત તરફ અત્યારે આ રોડ જઈ રહ્યો છે એટલેકે રોજે રોજ ખાડા નો વધારો થઈ રહ્યો છે અને ખાડાની સાથે સાથે સાથે રોડ ઉપર પડેલા લીસોટા ના પગલે રોજેરોજ અનેક ઠેકાણે અકસ્માતો થાય છે સમગ્ર મામલે તંત્ર ના જણાવ્યા અનુસાર આ રોડ નો કોન્ટ્રાકટ અપાઇ ગયો છે અને ટુક સમય માં કામ ચાલુ થશે  આ કોન્ટ્રાકટર ના મેનેજરો સાથે વાત કરતા તેઓ જણાવે છે કે ડામર પ્લાન્ટ નાખવાનું કામ ચાલુ છે અને ટુક સમય માં રોડ નું કામ ચાલુ કરી દેવામાં આવશે તેમ તેઓ પણ પાછલા ત્રણ ચાર મહિના થી જણાવી રહ્યા છે
      બીજી બાજુ આ રોડ ઉપર 42 કિમિ માં રોજ એવરેજ 4થી5 નાના મોટા અકસ્માતો થાય છે અને તેમાં કેટલાક જીવ ગુમાવે છે તો કેટલાક હાથ પગ ગુમાવે છે અકસ્માત બાદ કેટલાક વાલી વારસો ગુમાવે છે આ તમામ અકસ્માતો ની વણઝાર થી તંત્ર વાકેફ હોવા છતાં આ રોડ ઉપર ના  બોડેલી, ખાંડીવાવ, વિસાડી, ખાખરીયા, નાથપુરી, ભીલડુંગરા, નારુંકોટ, જબાણ, ભાટ, શિવરાજપુર ,પાલનપુર, કંસારા વાવ, ધનકુવા, નવકુવા, છાજ દિવાળી, પાવાગઢ, ખૂંદપીર,કકરોળિયા, રણભુન ધાટી સહિત ના અનેક ગામોમાં મસ મોટા ખાડા પડયા છે પરંતુ એસીગાડી માં બેસી આ રોડ ઉપર થી પસાર થતા અધિકારીઓ કોન્ટ્રકટરો ને આ ખાડા દેખાતા નથી કે અહીંથી પસાર થતી વખતે આંખે પાટા બાંધીને જાય છે તેવી અનેક ચર્ચાઓ લોક મુખે સાંભળવા મળી આવે છે
ફોટો મેલ કર્યો છે
ફોટો લાઈન…… હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર ઠેક ઠેકાણે પડેલા મસ મોટા જીવલેણ ખાડા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220611-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *