સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભીમ અગિયારસના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે, તો કેટલાક પાયમાલ પણ થતાં હોય છે.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન તથા ભીમ અગિયારસનો તહેવાર હોય, જે સબબ પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ અને જુગાર ધારા હેઠળ સફળ કેસો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ભીમ અગિયારસના તહેવાર સબબ તા.૧૦/૦૬/૨૦૨૨ ના કલાક ૦૦/૦૦ થી તા.૧૧/૦૬/૨૦૨૨ ના કલાક ૭/૦૦ દરમિયાન અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુગાર રમતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર રેઇડ કરી, જુગારીઓને પકડી પાડી, તેમની સામે જુગાર ધારા હેઠળ કડક અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે .
*કરેલ કેસો અને પકડાયેલ જુગારીઓ*
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વોચ ગોઠવી, જુગાર રમતા ઇસમો ઉપર સફળ રેઇડ કરી, જુગારધારા હેઠળ કુલ ૫૦ કેસો શોધી કાઢવામાં આવેલ છે અને આ ઓપરેશન દરમ્યાન કુલ ૩૧૨ જુગારીઓને જુગાર રમતાં પકડી પાડવામાં આવેલ છે.
*પકડાયેલ મુદ્દામાલઃ*
અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી, તેમની પાસેથી કુલ રોકડા રૂ.૭,૨૭,૮૩૦/- તથા જુગાર રમવાના સ્થળે આવવા-જવા માટે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ – ૮, કિં.રૂ. ૧,૬૭,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૨૪, કિં.રૂ. ૧,૩૬,૯૦૦/- તથા જુગારના અન્ય સાધનો મળી કુલ કિં.રૂ. ૧૦,૩૧,૭૩૦/- નો જુગારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લામાં જુગાર રમતા જુગારીઓ સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જુગારધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

