મહેસાણા
મહેસાણા જિલ્લામાં અવારનવાર કિશોરીઓને હેરાન પરેશાન કરવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આવી એક ઘટના મહેસાણા સિટીમાં બની છે. જ્યાં એક કિશોરીને તેના પાડોશમાં રહેતા ઇસમે છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે. મહેસાણા શહેરમાં આવેલી એક સોસાયટીમાં દરમિયાન એક ૧૩ વર્ષની કિશોરી પોતાના ધાબા પર સુઈ રહી હતી. એ દરમિયાન પાડોશમાં રહેતો શખ્સ ધાબા પર જાઇ સુઈ રહેલી કિશોરીના શરીરે અડપલા કર્યા હતા. બાદમાં કિશોરી જાગી જતા તેણે વિરોધ કર્યો હતો, જ્યાં છેડતી કરવા આવેલા શખ્સે કિશોરીને આ વાતની જાણ કોઈને ન કરવા અને તેણે અને તેના માતા પિતાને જાનથી મારી નાખવાની ધકીઓ આપી છેડતી કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે કિશોરીએ બાદમાં પોતાના પરિવારને જાણ કરતા છેડતી કરનાર આરોપી વિરુદ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં કલમ ૩૫૪(ક),૫૦૬ થતા પોસ્કો એકટ ક.૧૨ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.
