Gujarat

દિલ્હીમાં રાહુલ ગાંધીની પૂછપરછ થતાં દેશભરમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

અમદાવાદ

હાલમાં દિલ્હીની ઈડી ઓફીસ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ ચાલી રહી છે તો બીજી તરફ દેશભરમાં ઈડી ઓફીસ બહાર કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવી રહી છે. ગુજરાત કોંગ્રેસે પણ જીએમડીસી ગ્રાઉન્ડથી ઈડી ઓફીસ સુધી પદયાત્રા કરી ધરણાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ઇજીજીના મૂળમાં મીઠું ભરે છે. ભાજપે રાહુલ ગાંધી પર હાથ નાખીને ભૂલ કરી છે. ભાજપની ૭ પેઢીને અમે ઓળખીએ છીએ. ભાજપે જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધીને ઓળખ્યા નહિ. આ ઉપરાંત વિધાનસભામાં નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, બે ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવી. બે ગુજરાતી દેશની અસ્કયામતો વેચી રહ્યા છે. બે ગુજરાતીઓ તે અસ્કયામતો ખરીદી રહ્યા છે. ભાજપના નેતાઓ પરાણે વલ્લભભાઈને સરદાર સાહેબ કહે છે. સરદાર સાહેબ ના કહે તો પાટીદાર સમાજ નારાજ થઇ જાય. બાકી ભાજપવાળા કહેવાનું બાકી નહિ રાખે કે આરએસએસ એ આઝાદી અપાવી. ઈડ્ઢએ રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ કરી દીધી છે. પ્રશ્નોના પહેલા જથ્થામાં ઈડ્ઢએ રાહુલ ગાંધીને પૂછ્યું કે તમારા કેટલા બેંક ખાતા છે? કઈ બેંકમાં તમારા ખાતા છે? શું તમારું વિદેશમાં કોઈ બેંક ખાતું છે? જાે હા, તો તેના વિશે માહિતી આપો.. તમારી મિલકત ક્યાં છે? શું વિદેશમાં પણ મિલકતો છે? જાે હા તો તેમની વિગતો આપો. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.  સુરજેવાલા સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા હતા. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓની વિવિધ રાજયમાં અટકાયત કરવામાં આવી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ સમક્ષ હાજર થવા માટે કૂચ કરતા જાેવા મળ્યા હતા, ત્યારબાદ હવે તેમને રોકી દેવામાં આવ્યા છે. રાહુલની તસવીર સાથેના આ પોસ્ટરમાં લખ્યું છે- યે રાહુલ ગાંધી હૈ, ઝુકેગા નહી. કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શનને કારણે કોંગ્રેસના ઘણા કાર્યકરો અને નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, શાસક સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ સામે શાંતિપૂર્ણ વિરોધ માર્ચ કાઢવામાં ખોટું શું છે?

rahul-gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *