Gujarat

આણંદમાં લો વોલ્ટેજનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે સાંસદની તાકિદ

આણંદ
એમજીવીસીએલના અધિકારીએ આ યોજનાથી નવા ટ્રાન્સફોર્મર, નવા સબ સ્ટેશનો સહિત લો વોલ્ટેજના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેના સહિત સ્માર્ટ મીટર (પ્રિ-પેઇડ)ની યોજનાની રૂપરેખા આપતાં વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવનાર છે. જેમાં સૌપ્રથમ ઔદ્યોગિક-કોમર્શિયલ ક્ષેત્રમાં સ્માર્ટ મીટરની યોજના અમલમાં મૂકવામાં આવશે. બાદમાં ગવર્નમેન્ટ સેક્ટરમાં યોજના દાખલ કરી ક્રમશઃ તેમાં વધારો કરી સમગ્ર જિલ્લાને આવરી લેવામાં આવશે. સાંસદ મિતેષ પટેલ સહિત ધારાસભ્યો સર્વ રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ સોઢા પરમાર અને નિરંજન પટેલે બેઠક દરમિયાન વિદ્યુત સેવાઓની ગુણવત્તા જળવાઇ રહે અને તેની વિશ્વસનિયતા વધે તેવી કામગીરી કરવાનું સૂચન કર્યું હતું. તેમજ જયાં ફીડરો મૂકવામાં આવ્યાં છે અને ખુલ્લાં છે તેની યોગ્ય જળવણી કરવા, માર્ગમાં નડતરરૂપ હોય તેવા વીજ થાંભલા દૂર કરવા, જાે આ શકય ન હોય તો અંડરગ્રાઉન્ડ કેબલનું કામ કરવું જેવા સૂચનો રજૂ કર્યા હતા. જેનો એમજીવીસીએલના અધિકારીઓએ હકારાત્મક ઉકેલ લાવવા ખાત્રી આપી હતી. સાંસદ મિતેષ પટેલે આરડીએસએસ યોજનાનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવનાર છે ? તેની જાણકારી મેળવી આ બાબતે જરૂરી સબ સ્ટેશનો, નવા ટ્રાન્ફોર્મર, ફીડરો ઉભા કરવા સહિત કામગીરીમાં કોઇ તકલીફ પડે તો તેઓનો સંપર્ક કરવા એમજીવીસીએલના અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ બેઠક દરમિયાન કેટલાંક મહત્વનાં સૂચનો કરી જિલ્લા પંચાયતમાં વીજને લગતી બાબતો અંગે રજૂઆત કરી હતી. જેનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેવી ખાત્રી એમજીવીસીએલના અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો સર્વ રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ સોઢા પરમાર, નિરંજન પટેલ, નિવાસી અધિકા કલેક્ટર કેતકી વ્યાસ, એમજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા.કેન્દ્ર સરકાર વિદ્યુત ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. જેના ભાગરૂપે હવે લો વોલ્ટેજ જેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ થવાની સાથે બચત થાય તે હેતુસર ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા આરડીએસએસ નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો અસરકારક અને સુચારૂં અમલ થાય તે માટે આણંદના સર્કિટ હાઉસ ખાતે સાંસદ મિતેષ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આગામી ત્રણ વર્ષમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવશે. તેમજ આ યોજનામાં સૌ પ્રથમ સ્માર્ટ મીટરની યોજના અમલમાં મુકાશે.

The-meeting-was-chaired-by-MP-Mitesh-Patel-at-Anand-Circuit-House.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *