લોકેશન.ખેડા-મહુધા
રિપોર્ટર.નિસાર શેખ.મહુધા
.
મહુધા નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પીવાનાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓએ ચીફ ઓફિસર ને મૌખિક રજૂઆત કરવામા આવી હતી મહુધા નગરમાં આવેલ વોર્ડ નંબર 2 માં છેલ્લા બે-ત્રણ મહિનાથી પાણી નાં મળતાં સ્થાનિક મહિલાઓએ મહુધા ચીફ ઓફિસર ને મૌખિક રજૂઆત કરી હતી જેમાં સ્થાનિક મહિલાઓએ વોર્ડ નંબર 2 નાં કાઉન્સિલર તેઓના વિસ્તારમાં જોવા પણ નથી આવતાં તેવા પણ આક્ષેપો કર્યા હતા સ્થાનિક મહિલાઓએ વહેલી તકે પાણી મળી રહે તે માટે માંગણી કરી હતી આ બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મારી પાસે પહેલી વાર રજૂઆત આવી છે હું સર્વે કરાવીશ અને નવી લાઈન નાંખવા જેવી હશે તો બાંધકામ શાખા અને પાણી પુરવઠા શાખા દ્વારા એસ્ટીમેન્ટ કરાવી નવી લાઈન નાંખવાની તજવીજ હાથ ધરાશે અને હાલ પાણીની લાઈન છે પરંતુ સપ્લાય ઓછો છે અને વૈકલ્પિક ટેન્કરથી પાણી આપવાની વ્યવસ્થા કરી છે.


