Gujarat

ગીરગઢડા વહીવટી તંત્ર દ્વારા ‘ઉત્કર્ષ પહેલ’નું આયોજન બહેનો, વૃદ્ધો તેમજ નિરાધાર દિવ્યાંગોને સહાય આપવાની યોજનાઓ અંતર્ગત અપાશે લાભ

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
 ગીરગઢડા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા  ગંગા સ્વરુપ બહેનો, વૃદ્ધો, તેમજ નિરાધાર વૃદ્ધોને સહાયને લગતી ચાર યોજનાઓમાં લાભાર્થીઓને લાભ આપવા માટે તા. ૧૫-૦૬-૨૦૨૨ થી ૨૦-૦૬-૨૦૨૨ સુધીમાં ઝૂંબેશના ભાગરુપે ‘ઉત્કર્ષ પહેલ’નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગંગા સ્વરુપા આર્થિક યોજના સહાય હેઠળ કોઈપણ વિધવા બહેન જેમની આવક શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ હોય તેમને માસિક રુ. ૧૨૫૦ ની માસિક સહાય મળવાપાત્ર થશે. જ્યારે ઈન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના હેઠળ બીપીએલ યાદીમાં ૦ થી ૨૦ સ્કોર ધરાવે છે તેવા ૬૦ થી ૭૯ વર્ષના વૃદ્ધજનોને માસિક રુ. ૧૦૦૦ તેમજ ૮૦ વર્ષથી વધુના વૃદ્ધજનોને માસિક રુ. ૧૨૫૦ સહાય ચૂકવાશે. જ્યારે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં કુટુંબમાં મુખ્ય કમાનાર સ્ત્રી કે પુરુષનું મૃત્યું થતા કુટુંબને એક વખત રુ.૨૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવશે. આ તમામ યોજનાનો લાભ લેવા જરુરી આધારસહ સંપર્ક કરવો તેવી તાલુકા વહીવટી તંત્ર ગીરગઢડા દ્વારા અપીલ કરવામાં આવી છે….
    વહીવટી તંત્ર ગિરગઢડા નો ઉમદા વિચાર ખરેખર આવકાર્ય છે પરંતુ જો થોડું વધારે પ્રયત્ન કરી ટોકતે વાવાઝોડામાં જે ખરેખર. જરૂરિયાત વાળા લોકોજ રહી ગ્યાછે. અને બાકીના લેવાદેવા વિનાના પુરી મલાય જમીગ્યા છે. તો આ બાબત સ્થાનિક ટી.ડી.ઓ પટેલ ઘટતું કરે તો ખરેખર. પ્રસનીય ગણાછે. પરંતુ  પ્રસનય ક્યારે થશે ? કામ કરશે ? તો.? જોયે શુ રમત આવેશે બહાર…….. હાલ તો તલીમાં તેલ દેખાતું નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *