Gujarat

 નસવાડી તાલુકા ના વાઘીયા  ગામે  ખેડૂતોને કિશન સભા કાર્ડ ના  નામે 100  રૂપિયા ફી વસુલતા એક ખાનગી  સંસ્થા ના કર્મચારીઓને લોકોએ ઘેરાવો  કર્યો

વિઓ:   નસવાડી તાલુકામાં છેલ્લા આઠ દિવસથી કિસાન સભા કાર્ડના નામે  એક ખાનગી સંસ્થાના કર્મચારીઓ ગામડે ગામડે ફરે છે અને એક કાર્ડ બનાવવાના 100 રૂપિયા ફી વસુલે છે તેઓ કોઈપણ જાતની પાવતી આપતા નથી અને સરકારી કચેરી નો કોઈ પણ પરિપત્ર બતાવતા નથી જેને લઇને ખેડૂતો દરેક જગ્યાએ આ સંસ્થાના કર્મચારીઓનો વિરોધ કરે છે તેઓ પાસે જિલ્લા ખેતીવાડી ના અધિકારી ને સંબોધીને લખેલા લેટર છે પરંતુ કોઇપણ જાતનો કાર્ડ કાઢવા માટે અને ફી વસુલવા નો સક્ષમ અધિકારીનો  પરિપત્ર નથી જેના કારણે આ લે ભાગુ  સંસ્થા સમજીને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જયારે ખેડૂતોને ખબર પડી કે આ બોગસ કાર્ડ બનાવવા માં આવે છે ત્યારે જાગૃત ખેડૂતોએ નસવાડી પોલીસને જાણ કરતા નસવાડી પોલીસ આ લેભાગુ એજન્સીના કર્મચારીઓ ને પોલીસ સ્ટેશન લઇ આવી હતી જ્યારે આ બાબતે ટેલિફોનિક પૂછપરછ  નસવાડી તાલુકાના ખેતીવાડી અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું કે સરકારની આવી કોઈ યોજના નથી હાલ તો નસવાડી તાલુકાના વાઘીયા   ગામે ખેડૂતો આ સંસ્થાના કર્મચારીઓને ઘેરી લીધા છે અને પોલીસને જાણ કરી હતી ખેડૂતો ન્યાય માટે પોલીસ સ્ટેશન લાવ્યા હતા હવે એ જોવું રહ્યું કે નસવાડી પોલીસ નીપક્ષ પણે તપાસ કરી આદીવાસી ખેડૂતો ના કાર્ડના નામે ઉઘરાવેલા પૈસા પરત અપાવી આ લેભાગુ એજન્સી સામે તપાસ કરશે તેવા ખેડૂતોનો શૂર ઉઠ્યો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *