દાહોદ
દાહોદના નળવાઇ ગામના મોહનિયા ફળિયામાં રહેતાં વિપુલ ભગાભાઇ મોહનિયા અને ધાનપુર તાલુકાના મંડોર ગામના નલવાયા ફળિયામાં રહેતાં સુરેશ કરણ મકવાણા એસ.ટી એજન્ટ કરીકે કામ કરતાં હતાં. આ બંને એજન્ટોએ ખંભાત ડેપોમાં એક સાથે ઘણી બધી ટીકીટ ઓનલાઇન બૂક કર્યા બાદ ખંભાત એસ.ટી ડેપો મેનેજરનું યુઝર આઇ.ડી હેક કરી લઇને ટિકિટો ઓન લાઇન જ કેન્સલ કરી નાંખી હતી. જેનાપગલે ખંભાત ડેપોને લાખોનુ નુકશાન થવા પામ્યું હતું. ખંભાત ડેપો મેનેજરમહીડા ધર્મેન્દ્રસિંહ મહોબતસિંહે વિપુલ અને સુરેશ સામે ૨૧૬૧૧૨ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ડેપો મેનેજર ધર્મેન્દ્રસિંહે જણાવ્યુ હતું કે, આ બંને જીએસઆરટીસી ગોધરા વિભાગના બુકીંગ એજન્ટો છે. આ બન્ને શખ્સો યુઝર આઇ.ડી ગમે ત્યાંથી મેળવીને કે હેક કરીને જાન્યુઆરી -૨૦૨૨ થી મે -૨૦૨૨ દરમ્યાન ખંભાત ડેપોની ઘણી બધી ટીકીટો ઓનલાઇન બૂક કરી હતી. ત્યારબાદ ૧૨૯ જેટલી ટિકીટો કેન્સલ કરી હતી. જેની કિંમત ૩૭૩૫૪ રૂપિયા થાય છે. આમ કુલ ૧૭૮૭૫૮ અને ૩૭૩૫૪ એમ મળીને ૨૧૬૧૧૨ રૂપિયાનું રીફંડ મેળવી એસ.ટી. ડિપાર્ટમેન્ટને મળતી રકમ તેમજ સરકારને મળવાપાત્ર થતી મુસાફર ટેક્ષની રકમનું નુકશાન કરી છેતરપીંડી કરી હતી. આ બંનેએ સુરત ડેપો મેનેજરનું આઇડી પણ હેક કરીને ટિકીટ કેન્સલ કરીને ૧.૫૮ લાખની છેતરપીંડી કર્યાનું થોડા દિવસ પહેલાં જ સામે આવ્યુ હતું.દાહોદ જિલ્લાના નળવાઇ અને મંડોર ગામના એસ.ટીના એજન્ટોએ ખંભાતના ડેપો મેનેજરનું પણ આઇડી હેક કરીને ૨.૧૧ લાખ રૂપિયાનું ટિકીટ કૌભાંડ આચર્યુ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. બંને સામે ખંભાતમાં ગુનો દાખલ થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
