ભુજ
નલિયા કોઠારા ધોરીમાર્ગ પર ં નજીકના પૈયા ગામથી નલિયા તરફ એક બાઈક ઉપર આવી રહેલા ત્રણેય યુવકોને સામેથી આવતી કારે હડફેટે લેતા યુવકો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે કારનાં આગળના ભાગે નુકસાન થયેલું જાેવા મળ્યું હતું. આ અકસ્માતમાં ટક્કર કેટલી જાેરદાર થઈ હશે તે આ કારની બાઈકની હાલત જાેઈને અંદાજાે લગાવી શકાય છે. અલબત્ત ઘાયલ યુવકોને આસપાસના લોકોએ અમ્બ્યુલન્સ મારફતે નલિયા ખાતે ખસેડયા હતા. તેમાં એક નવ યુવકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સાથેના અન્ય બે યુવકોને ભુજ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું નલિયાના રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું.અબડાસાના નલિયા કોઠારા ધોરીમાર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. નલિયા પૈયાથી તરફ બાઈક પર આવી રહેલા ત્રણ યુવાનોને સામેથી આવતી ક્રેટા કારે ટક્કર મારી હતી. જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે ૨ યુવકોને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ની મારફતે નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. આ અકસ્માતમાં સુરેન્દ્રસિંહ ખડુંભા સોઢાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર ઈજાઓ ધરાવતા સમ ઉંમરના હિમ્મતસિંહ દાદુભા સોઢા અને હરદીપસિંહ ડુંગરસિંહ સોઢા નામના બન્ને યુવકોને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
