Gujarat

રાધનપુરના વિકાસકામો અને સમસ્યાઓને લઈને ધારાસભ્યએ કલેકટર કચેરીએ મોરચો માંડ્યો

પાટણ
દેશ અને રાજ્યમાં ભાજપ સરકાર હોવાના કારણે કોંગ્રેસના ધારાસભ્ય વિસ્તારો સામે કિન્નાખોરી રાખી વિકાસ નથી થવા દેતી. તેઓએ આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે ઘણા સમયથી ચીફ ઓફિસર અને અન્ય જગ્યાએ ઉપર કાયમી અધિકારીની નિમણુક કરવા અનેક વખત સરકાર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં આ ભાજપની સરકાર કોંગ્રેસનાં ચૂંટાયેલા ધારાસભ્યનાં વિસ્તાર સામે કિન્ના ખોરી રાખી આજદિન સુધી ઉપરોક્ત જગ્યાએ કાયમી નિમણૂક કરવામાં આવતી નથી. સરકાર વિરુદ્ધ કાયૅક્રમો માટે તંત્ર દ્વારા ધરણાંની મંજૂરી પણ આપવામાં આવતી નથી. છતાં વિસ્તારના લોકોની સુખાકારી માટે પરમિશન વગર પણ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવી ભાજપ સરકારની તાનાશાહી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ધરણાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાધનપુરનાં ધારાસભ્ય રઘુ દેસાઈની આગેવાની હેઠળ આયોજિત આ રેલી સહિતના ધરણા પ્રદશૅન કાયૅક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં અગ્રણીઓ, કાયૅકરો તેમજ રાધનપુર વિધાનસભા વિસ્તારના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જાેડાયા હતા.રાધનપુર શહેર સહિત સમગ્ર વિધાનસભા વિસ્તારના વિકાસ કામો સહિતની સમસ્યાઓને લઈને રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાધનપુર નગરપાલિકાથી રાધનપુર નાયબ કલેકટર કચેરી સુધીની રેલી યોજી સુત્રોચ્ચાર સાથે પ્રતિક ધરણાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

Regarding-the-problems-MLA-Raghu-Desai-took-a-stand-at-the-Collectorate.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *