ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નામદાર કોર્ટ તરફથી બજવણી અર્થે મોકલવામાં આવતા વોરંટનાં આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ નામદાર કોર્ટ તરફથી મોકલવામાં આવતા વોરંટના આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર. કે. કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે નામ જયુડી. મેજી. ફ. ક. કોર્ટ વડીયા નાઓનાં અલગ અલગ ક્રિમીનલ કેસમાં કસુરવાર ઠરાવી સજાનાં વોરંટો ઇસ્યુ કરેલ હોય, જે બન્ને આરોપીઓને પકડી પાડી, સજા માટે જિલ્લા જેલ, અમરેલી ખાતે મોકલી આપવામાં સફળતા મેળવેલ છે.
*પકડાયેલ આરોપીઃ*
(૧) નિરવભાઇ કાબાભાઇ બુહા, ઉ.વ.૩૦, રહે.નાના સખપર, તા.ગોંડલ, જિ.રાજકોટ, હાલ રહે.રાજકોટ, કોઠારીયા રોડ, સ્વાતી પાર્કની બાજુમાં, બિલેશ્વર મહાદેવર મંદિરની સામે, ભકિતનગર સોસાયટી, જિ.રાજકોટ.
(૨) નિકુંજભાઇ કાબાભાઇ બુહા, ઉ.વ.૩૨ રહે.નાના સખપર, તા.ગોંડલ, જિ.રાજકોટ, હાલ રહે.રાજકોટ, કોઠારીયા રોડ, સ્વાતી પાર્કની બાજુમાં, બિલેશ્ર્વર મહાદેવર મંદિરની સામે, ખોડલધામ – ૪ સોસાયટી, જિ.રાજકોટ.
*પકડાયેલ આરોપીઓને નામ કોર્ટ દ્રારા થયેલ સજાની વિગતઃ*
(૧) જયુડી. મેજી. ફ. ક. કોર્ટ, વડીયા નાઓનાં ક્રિમીનલ કેસ નંબર ૧૦૨૦/૨૦૨૧ નાં કામે આરોપી નિરવ કાબાભાઇ બુહા, રહે.નાના સખપર, તા.ગોંડલ, જિ.રાજકોટને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ મુજબનાં ગુના અંગે કસુરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ થયેલ છે.
(૨) જયુડી. મેજી. ફ. ક. કોર્ટ, વડીયા નાઓનાં ક્રિમીનલ કેસ નંબર ૧૦૨૨/૨૦૨૧ નાં કામે આરોપી નિકુંજ કાબાભાઇ બુહા,રહે.નાના સખપર, તા.ગોંડલ, જિ.રાજકોટને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ મુજબનાં ગુના અંગે કસુરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ થયેલ છે.ઉપરોકત બન્ને આરોપીઓને નામ. કોર્ટ, વડીયા દ્વારા જારી કરવામાં આવેલ સજા વોરંટોની આજ રોજ તા.૧૪/૦૬/૨૦૨૨ના રોજ બજવણી કરી, સજા માટે જિલ્લા જેલ, અમરેલી ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


