Gujarat

જામનગરના બ્રાસના ગોડાઉનમાંથી ૩ ટન ભંગારની ચોરી

જામનગર
જામનગરમાં ગોકુલનગર મોમાઈમાં નવાનગર સોસાયટી શેરી નંબર ૩માં રહેતા મહેશ ભુપતભાઈ ફલીયાના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તાર ખાતેના ગોડાઉનમાં ભંગારની ચોરી થઈ છે. ગોડાઉનના પાછળના ભાગે આવેલા શટરના તાળા તોડી અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કરી ગોડાઉનમાં રાખવામાં આવેલા પિત્તળની રવાન તથા પિત્તળનો ઠાહો અને લોખંડ-પિત્તળનો ભંગાર તેમજ કોથળા અને બાચકામાં રહેલી પ્લાસ્ટિકની સર્કિટ મળી કુલ ત્રણ ટન જેટલા સામાનની ચોરી કરી ગયા હતા. રૂપિયા ૪,૮૦,૦૦૦નો મુદ્દામાલ ચોરી થઈ જતા મહેશ પંડ્યાએ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.કે નારીયા સહિતના સ્ટાફે શંકરટેકરી વિસ્તારમાં પહોંચી જુદાજુદા વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જામનગરમાં શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં લાખો રૂપિયાના લોખંડ, પિતર અને કોપરના ભંગારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચાર માસના ગાળા દરમિયાન રૂપિયા ૪,૮૦,૦૦૦ની કિંમતનું પિતળ-લોખંડ અને કોપરના ભંગારની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Theft-of-3-tons-of-debris-from-Brasss-godown.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *