અમદાવાદ
વડાપ્રધાન મોદીજી ૧૮ જૂને ગુજરાતના પાવાગઢ ખાતે મા કાલી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ કરશે. તેઓ વડોદરામાં પણ સભાને સંબોધન કરવાના છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ અને ૧૨ માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે ૧૧ માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ માતાના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ૮ વર્ષ પૂરાં કર્યા હતા. આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ શિમલા ગયા હતા, જ્યાં એક રોડ શોમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે એક યુવતીના હાથમાં પોતાની માતા હીરાબાનું પેઇન્ટિંગ જાેયું. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે આ પેઇન્ટિંગ જાેવા પોતાનો કાફલો અટકાવ્યો અને યુવતી પાસે પહોંચી ગયા. પીએમ મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો. પીએમ મોદી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રોડની એક બાજુ ઊભેલી યુવતીના હાથમાં પોતાનાં માતા હીરાબાનું પેઇન્ટિંગ જાેયું. આ પેઇન્ટિંગને લેવા માટે પીએમ મોદીએ પોતાનો કાફલો અટકાવ્યો. પીએમ મોદીએ યુવતીને મળ્યા અને તેના દ્વારા બનાવાયેલા માતા હીરાબાના પેઇન્ટિંગને નિહાળ્યું તેમજ એનો ભેટ તરીકે સ્વીકાર પણ કર્યો. આ દરમિયાન તેમણે યુવતી સાથે વાતચીત કરીને પૂછ્યું કે આ પેઇન્ટિંગ તમે જાતે બનાવ્યું છે. યુવતીએ કહ્યું- હા, મેં બનાવ્યું છે. પીએમ મોદીએ તેને વધુમાં પૂછ્યું કે આ પેઇન્ટિંગ બનાવવામાં કેટલો સમય લાગ્યો, યુવતીએ જવાબ આપ્યો, એક જ દિવસમાં આ તૈયાર કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા ૧૮ જૂને ૧૦૦ વર્ષનાં થશે. આ દરમિયાન જ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ૧૭ અને ૧૮ જૂને ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી ૧૮ જૂને માતા હીરાબાને તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળી શકે છે. હીરાબાના ૧૦૦મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવશે.


