Gujarat

પીએમ નરેન્દ્ર મોદીએ ભરૂચ-જંબુસર સેવા ફરી શરૂ કરવા લીલીઝંડી આપશે

ભરૂચ
હવે ૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે. હજારો કરોડના રેલવે પ્રોજેક્ટોના લોકાર્પણ શિલાન્યાસમાં તેઓ જંબુસર-સમની ગેઝ પરિવર્તનનો પણ શિલાન્યાસ કરવાના છે. જેને લઈ નવી રોજગારીનું સર્જન થવા સાથે જંબુસર બ્રોડગેજ મારફતે દેશના વિશાળ નેટવર્કથી સંકડાશે. જંબુસરનું બસનું ભાડુ રૂ.૭૫ છે જ્યારે ટ્રેનમાં મહત્તમ રૂ. ૨૫થીમાં સફર પડશે.ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૦૭-૦૮માં ભારે પુરના પગલે અંગ્રેજાે અને ગાયકવાડી રાજમાં નખાયેલી ૧૩૫ વર્ષ જૂની ભરૂચ-જંબુસર નેરોગેજ રેલવે લાઈનના પાટા ઉખડી જવા સાથે રેલવે સેવા બંધ થઈ ગઈ હતી. જે બાદ ભરૂચ-દહેજ બ્રોડગેજ રેલવે લાઇન વર્ષ ૨૦૧૨માં કાર્યરત કરાઈ હતી. જાેકે તેને સમની રેલવે સ્ટેશનથી જંબુસર સુધી નહીં લંબાવતા તાલુકાની પ્રજાએ વિરોધ સાથે ટ્રેન સેવા શરૂ કરવા વખતો વખત માંગણી કરી હતી. વર્ષ ૨૦૧૭ના રેલ બજેટમાં જંબુસર રેલવે લાઈન માટે જાેગવાઈ કરાતા વિસ્તારની પ્રજામાં આંનદ છવાયો હતો. જાેકે ગેઝ પરિવર્તનની જાેગવાઈ અને બજેટમાં જાહેરાત બાદ પણ એક યા બીજા કારણોસર કામગીરી ૫ વર્ષથી આગળ વધી ન હતી. હવે ૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે. હજારો કરોડના રેલવે પ્રોજેક્ટોના લોકાર્પણ શિલાન્યાસમાં તેઓ જંબુસર-સમની ગેઝ પરિવર્તનનો પણ શિલાન્યાસ કરવાના છે. જેને લઈ નવી રોજગારીનું સર્જન થવા સાથે જંબુસર બ્રોડગેજ મારફતે દેશના વિશાળ નેટવર્કથી સંકડાશે. વર્ષ ૨૦૧૭ માં રેલ બજેટમાં સમની-જંબુસર માટે રૂ. ૨૧૬.૭૨ કરોડ અને જંબુસર- વિશ્વામિત્રી માટે રૂ. ૪૩૩.૮૦ કરોડની ગેઝ પરિવર્તનની જાહેરાત કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *