Gujarat

ગાંધીનગરમાં અજાણ્યા વાહનની ટક્કર લાગતા બાઈકસવાર યુવકનું મોત

ગાંધીનગર
ગાંધીનગરના ટીટોડા ગામના તરગારા વાસમાં રહેતાં શંભુજી ભિખાજી ઠાકોરે ડભોડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પરિવાર સાથે ઉક્ત સ્થળે રહે છે. જેમની મોટી બહેન ગીતાના લગ્ન શાહપુર ગામમાં કરવામાં આવ્યા છે. જેને મળવા માટે ૨૩ વર્ષીય નાનો ભાઈ દશરથ ગયો હતો. જે બાઈક લઈને પરત ટીટોડા જવા માટે નિકળ્યો હતો. એ વખતે શાહપુર બ્રિજ પરથી પસાર થતી વેળાએ કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જે બાદ વાહન ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં દશરથને શરીરે ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગીતાબેને જાણ કરતાં શંભુજી ઠાકોર પણ સિવિલ દોડી ગયા હતા. જ્યાં તેમણે જાેયેલું કે દશરથના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના શાહપુર બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કર મારતા ૨૩ વર્ષીય બાઈક સવારને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થતાં ડભોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *