રાજેશ્વરી સિક્યુરિટી ઓફિસર કાજલબેન ભટ્ટ તથા ટીમના સભ્યોની કામગીરીને કથાકાર ડો.મહાદેવપ્રસાદભાઈ એ બિરદાવી
વેરાવળ શહેરમાં જન સુખાકારી માટે શ્રી સિધ્ધાર્થ સોસાયટી સેવા સમિતિ દ્વારા શ્રી નૈમિષારણ્ય ધામ કામધેનુ ગૌ શાળામાં ૫૧ પોથી શ્રી મદ ભાગવત સપ્તાહ યોજાયેલ કથા દરમ્યાન રાજેશ્વરી સિક્યુરિટી દ્રારા પ્રસંશનીય વ્યવસ્થાની સંપૂર્ણ કામગીરી કરેલ જેને સૌએ આવકારી સિક્યુરિટી ઓફિસર કાજલબેન ભટ્ટ તથા ટીમના સભ્યોનું સમસ્ત બ્રહ્મસમાજ ના યુવા પ્રમુખ શ્રી આશિષભાઈ જોષી(અંશ) તથા કથામાં ઉપસ્થિત સંતો મહંતો એ સન્માન કર્યું હતું.
આ ઉપરાંત કથાની વ્યાસપીઠ ઉપર થી ડો.મહાદેવપ્રસાદ મહેતા એ પણ ટીમના ઓફીસર કાજલબેન ભટ્ટ તથા ટીમના સભ્યોએ કથા દરમ્યાન વ્યવસ્થા ની કરેલ સુંદર કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી ટીમને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
ટીમની શ્રેષ્ઠ કામગીરી ની નોંધ લઈ ટીમના જોમ અને જુસ્સામા વધારો થાય તેવી રીતે પ્રોત્સાહિત કરવા બદલ રાજેશ્વરી સિક્યુરિટી ઓફિસર કાજલબેન ભટ્ટે સૌનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ ઉમળકાભર્યો સાથ સહકાર મળતો રહેશે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.
રીપોર્ટર કાજલ ભટ્ટ


