Gujarat

મહિલા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી ગુજરાત સરકાર દ્વારા પોષણ સુધા યોજના કાર્યરત છે, જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર જમાડવામાં આવે છે. છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં યોજના થકી મહિલાઓ લાભ લઈ સરકારનો આભાર વ્યક્ત કરી રહી છે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને ગુજરાત સરકારની “પોષણ સુધા યોજના” ને વધુ વિસ્તારોમાં વિસ્તારશે. આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓને પોષણના લાભો આપવાનો છે. આ યોજના પ્રાયોગિક ધોરણે 2017-18માં શરૂ કરવામાં આવી હતી. આંગણવાડીઓમાં નોંધાયેલ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ યોજના હેઠળ આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ અને એક સમયના ભોજન સાથે આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આ યોજના હેઠળ મોટા પ્રમાણમાં મહિલાઓ પોષણ મેળવી રહી છે. ઘરના કામમાં વ્યસ્ત રહેતી મહિલાઓને પોતાના જમવાનો સમય ધ્યાન નથી રહેતો જેની સીધી અસર તેમના અને તેમના બાળક ઉપર પડે છે પરંતુ પોષણ સુધા યોજનાના કારણે મહિલાઓને આંગણવાડી કેન્દ્રો ઉપર સમયસર પૌષ્ટિક ભોજન મળી રહે છે.  છેવાડાની મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી સરકારનો મહિલાઓએ આભાર માન્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220617-153104_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *