Maharashtra

મિરઝાપુરમાં મોરચો માંડવા કાલીન ભૈયાએ કાઉન્ટડાઉન શરૂ કર્યું

મુંબઈ
રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ ૨૦૧૮માં મિરઝાપુરની પહેલી સિઝન લોન્ચ કરી હતી. બીજી સિઝન ૨૦૨૦માં આવી અને દેશમાં સૌથી વધુ જાેવાયેલા શો તરીકે સ્થાન મેળવ્યું. મિરઝાપુરમાં પંકજ ત્રિપાઠીએ ક્રૂર અને ચાલાક ડોન અખંડાનંદ ઉર્ફે કાલીન ભૈયાનો રોલ કર્યો છે. સત્તા ટકાવી રાખવા અને વધારવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહેનારા કાલિન ભૈયાની આ સફરને આગળ વધારવા માટે પંકજ ત્રિપાઠી પણ તૈયાર છે. પંકજ ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે, આજથી તેઓએ કોશ્ચ્‌યુમ ટ્રાયલ શરૂ કરી રહ્યા છે અને નેક્સ્ટ વીકથી શૂટિંગ શરૂ કરશે. આખી સ્ક્રિપ્ટ પણ હવે જ સાંભળીશ. વધુમાં તેમણે કહ્યું હતું કે, વાસ્તવિક જીવનમાં તેઓ પાવરલેસ છે, પરંતુ કાલીન ભૈયા તરીકે તેઓ પાવરનો એક્સપિરિયન્સ કરી શકે છે. મિરજાપુર ૨ની રિલિઝ પહેલાં પંકજ ત્રિપાઠીની ફિલ્મ શેરડીઃ ધ પિલિભિત સેગા ૨૪મી જૂને રિલિઝ થવાની છે. આ ફિલ્મમાં ૪૫ વર્ષના ગરીબ-લાચાર ખેડૂત ગંગારામની સ્ટોરી છે. જે પોતાના ફેમિલીને ગરીબીમાંથી બહાર લાવવા માટે જીવન કુરબાન કરવા માગે છે.ઓટીટી પ્લેટફોર્મ અને વેબ સિરિઝને નવી દિશા આપનારી યાદગાર સિરિઝ એટલે મિરઝાપુર. એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થયેલી આ સિરિઝની બે સિઝન આવી ચૂકી છે. બંને સિઝનમાં કાલિન ભૈયાનો રોલ પંકજ ત્રિપાઠીએ કર્યો હતો. હવે પંકજ ત્રિપાઠી અને ટીમે ત્રીજી સિઝનના શૂટિંગ માટે આખરી તૈયારીઓ હાથ ધરી છે.

Entertainment-Actor-Pankaj-Tripathi-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *