સુરત
સુરતના સાધુ સમાજ દ્વારા એક સૂરે નૂપુર શર્માને સમર્થન કરવામાં આવ્યું હતું. કેટલાક અસામાજિક તત્વો દ્વારા દેશની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. નમાજ બાદ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે તેના ઉપર કાયદાકીય રીતે સકંજાે કસવાની પણ માંગ કરવામાં આવી છે. એક મહિલાને લઈને સોશિયલ મીડિયા ઉપર બિભત્સ મેસેજ વાયરલ કરવા અને મોતને ઘાટ ઉતારવા જેવી ધમકીઓ આપવામાં આવતી હોય તો સ્વાભાવિક રીતે તેને સુરક્ષા પણ આપવી જાેઈએ. નૂપુર શર્માએ એક પણ વાત ખોટી કરી નથી. જે પુસ્તકોમાં લખવામાં આવ્યું છે તે જ વાત તેમણે વિશ્વના સમક્ષ મૂકી છે. નૂપુર શર્મા ખૂબ જ જવાબદાર વ્યક્તિ છે અને તેણે કોઇની લાગણી દુભાય તેવું એક પણ નિવેદન આપ્યું નથી માત્ર સત્યને ઉજાગર કર્યું છે. અમે સૌ સાધુ સમાજ નૂપુર શર્માના પડખે ઊભા છીએ. નૂપુર શર્મા જેવી હિંમતવાન દીકરી ઉપર અમને ગર્વ છે. જે કોઈનો પણ ડર રાખ્યા વગર વિશ્વ સમક્ષ સાચી હકીકત રજુ કરે છે. મુસ્લિમ સમાજના રખેવાળને હું ઓપન ચેલેન્જ કરું છું કે નૂપુર શર્માએ આજે બોલી છે તે ખોટું છે તેવું સિદ્ધ કરી બતાવે.નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. મુસ્લિમ સમાજ દ્વારા એકબાજુ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા નૂપુર શર્માના સમર્થનમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતના જિલ્લા કલેકટર કચેરી ખાતે દોઢસો જેટલી હિન્દુ સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને નૂપુર શર્માની સામે જે ધમકીભર્યા ફોન કરવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેની સામે સખત પગલાં લેવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે.


