Gujarat

મુખ્યમંત્રીએ અમદાવાદમાં ભાજપના સદસ્ય અભિયાનના સ્ટીકરો લગાવ્યા

ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટીદ્વારા હાથ ધરાઈ રહેલા સદસ્યતા અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગોતામાં વંદે માતરમ રોડ નજીકના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાણક્ય અપાર્ટમેન્ટમાં સદસ્યતા નોંધણીમાં જાેડાયા હતા. ભૂપેન્દ્ર પટેલે આ એપાર્ટમેન્ટના વસાહતીઓના ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટીકર સદસ્યતા અભિયાન અન્વયે લગાવ્યા હતા અને પાર્ટીનો જનાધાર વધુ મજબૂત કરવામાં વસાહતીઓના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીની સાથે શહેર ભાજપા પ્રમુખ અમિતભાઈ શાહ, અગ્રણી ધર્મેન્દ્રભાઈ, ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર ઈન્ચાર્જ શ્રી જિતુભાઈ, વિધાનસભા મતવિસ્તારના નવનિયુક્ત ઈન્ચાર્જ ડો. અનિલ પટેલ પણ જાેડાયા હતા. વસાહતીઓએ પણ મુખ્યમંત્રીનો ઉમળકાભર્યો આવકાર કરી ભારતીય જનતા પાર્ટીનાં જનહિતનાં કાર્યોને વધાવ્યાં હતાં.ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજવા જઇ રહી છે તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રકારના ચૂંટણી લક્ષી કાર્યક્રમો આપ્યા હતા. જે અંતર્ગત સદસ્ય અભિયાનનો પ્રારંભ પણ વિવધ મંડળ બુથ કક્ષાએ કરવામા આવ્યો હતો. જેના ભાગ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદવાદમાં રહેણાંક વિસ્તારમાં ભાજપનું સ્ટીકર લગાવ્યા હતા.

India-Gujarat-Bhupendra-Patel-affixed-a-sticker-in-a-residential-area-in-a-BJP-member-campaign-in-Ahmedabad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *