Gujarat

સુરતમાં ઓનલાઈન ગુગલથી નંબર મેળવી કોલ કરતા ૩.૩૦ લાખ ગુમાવ્યા

સુરત
સુરતમાં ગુગલ પરથી નંબર મેળવી કોલ કરવામાં ૩ લોકોએ કુલ ૩.૩૦ લાખ ગુમાવ્યા હતા. જેમાં કાપોદ્રામાં રહેતા પરેશ ઈમીટેશનનો માલ(બગસરાનો કાચો માલ)નોંધાવેલો હતો. જે બ્લુડાર્ટ કુરિયર મારફતે આવ્યું ન હોવાથી વેપારીએ ગુગલ પરથી હેલ્પલાઈન નંબર મેળવી કોલ કરતા ઠગ ટોળકીએ અલગ અલગ રિફંડના નામે ૧.૦૭ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તો સચિન જીઆઇડીસીની મીલમાં પ્લાન્ટ હેડ તરીકે નોકરી કરતી મહિલાનું આઈડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ કુરિયર કંપની પરત લઈ ગઈ હતી. બાદમાં ક્રેડિટ કાર્ડ મેળવવા માટે મહિલાએ બ્લુડાર્ડ કુરિયર કંપનીનો હેલ્પલાઈન નંબર ગુગલથી મેળવી કોલ કરતા ઠગ ટોળકીએ ૭૪ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા.વરીયાવ ચેરિટેબલ ડીસ્પેન્સરીમાં નોકરી કરતા ૪૭ વર્ષીય હારૂન આટીયાનો એટીએમ કાર્ડ ગુમ થયો હતો. આથી તેઓ ગુગલથી નંબર પર કોલ કરતા ઠગ ટોળકીએ એની ડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ખાતાની વિગતો લઈ ૧.૫૦ લાખના રકમ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

3.30-lakh-lost.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *