સુરત
ભેસાણગામમાં રહેતા ૩૫ વર્ષીય પારસભાઈ અમૃતભાઈ રાઠોડ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે ગઈ તા.૮માર્ચના રોજ સવારે પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ત્રણ મહિનાની સારવાર બાદ મોત નીપજયું હતું. પોલીસના જણાવ્યા મુજબ પારસભાઈ છેલ્લા પાંચ વર્ષથી બેકાર હતા. તેઓ વાયુની બીમારીથી પીડાતા હતા. જેથી તેમણે બીમારીથી કંટાળી પગલું ભર્યું હોય તેવી પરિવારે શક્યતા વ્યક્ત કરી છે.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.ભેસાણમાં શ્રમજીવી યુવકે ઝેર પી જીવન ટુંકાવી લીધું હતું. વાયુની બીમારીના કારણે યુવકે પગલું ભર્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.


