સુરત
મૂળ રાજસ્થાનનો યુવાન પત્ની ઝંખના ( નામ બદલ્યું છે ) સાથે છેલ્લા આઠ મહિનાથી મોરા ગામ રિલાયન્સ કંપની નજીક ચા-નાસ્તાની હોટલ ધરાવે છે, અને ત્યાં જ રહે છે. હોટલ બંધ કરી યુવાન બહાર જમવાનું લેવા ગયો હતો. ત્યારે ઝંખના રસોડામાં ગેસ ઉપર બટાકા બાફવા મૂકતી હતી. તે સમયે બાજુમાં પંચરની દુકાન ધરાવતો મહેંદી હસન મો.આરીફ શા ( ઉ.વ.૨૧ ) હોટલમાં આવ્યો હતો. પાણીની બોટલ જાેઈએ છે. કહી ફ્રીઝમાંથી બોટલ લીધા બાદ રસોડામાં ઝંખના પાસે આવ્યો હતો. મહેંદી હસને ઝંખનાનો હાથ પકડી છાતીના ભાગે હાથ ફેરવી ચુંબન કરી કમરના ભાગે પકડી બ્લાઉઝ ખોલી નાંખવા કહેતા ગભરાયેલી ઝંખનાએ તેની ચુંગાલમાંથી છૂટવાની કોશિશ કરી બૂમાબૂમ કરતા તે ભાગી ગયો હતો. પતિ જમવાનું લઈ પરત ફરતા ઝંખનાએ બનાવની જાણ કરી હતી.તેણે પોલીસને જાણ કરતા ઈચ્છાપોર પોલીસે મહેંદી હસન વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.સુરતના મોરા ગામ રિલાયન્સ કંપની નજીક ચા-નાસ્તાની હોટલ ધરાવતો યુવાન જમવાનું લેવા બહાર ગયો હતો. ત્યારે તેની પત્નીને એકલી ભાળી બાજુમાં પંચરની દુકાન ધરાવતા યુવાને ફ્રીઝમાંથી પાણીની બોટલ લેવા આવી તેનો હાથ પકડી લીધો હતો. બાદમાં અડપલાં કરતા ચુંબન કરી છેડતી કરતા ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
