Maharashtra

રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું પોસ્ટર સત્તાવાર રીતે રિલીઝ

મુંબઈ
યશ રાજ ફિલ્મ્સ દ્વારા રણબીર કપૂરની આગામી ફિલ્મ શમશેરાનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રણબીરનો લુક જાેઈને તેના ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ લુકમાં રણબીર ખૂબ જ અલગ લાગી રહ્યો છે. જાે કે રસપ્રદ વાત એ છે કે પોસ્ટર ભલે થોડા સમય પહેલા રીલિઝ થયું હોય પરંતુ છેલ્લા બે દિવસથી આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. કારણ એ છે કે ‘શમશેરા’નું આ પોસ્ટર બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લીક થયું હતું. જાેકે આ પોસ્ટરમાં આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે, જે એક નવું પરિબળ છે. આ પોસ્ટરમાં દેખાતા લુક પરથી સ્પષ્ટ છે કે રણબીરે તેની ફિલ્મ માટે ઘણી તૈયારી કરી લીધી છે. અભિનયમાં રણબીર બેજાેડ છે એટલું જ નહીં, તેના લુકએ પણ ઘણી ઉત્સુકતા જગાવી છે. જાે કો લુકની વાત કરીએ તો રણબીર કપૂરનું અસલી ‘બ્રહ્માસ્ત્ર’ માત્ર ‘શમશેરા’ જ સાબિત થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૨મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કોરોનાને કારણે ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો રોકી દેવામાં આવી હતી. ઘણા નિર્માતાઓએ લાંબા સમયથી ઓટીટી પર સિનેમા માટે બનેલી ફિલ્મોને રિલીઝ કરતા અટકાવી દીધા હતા અને આ જ કારણ છે કે રણબીર કપૂરની ‘શમશેરા’, ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મો પણ વર્ષોથી રિલીઝ થવા માટે અટકી ગઈ છે. પરંતુ હવે જ્યારે સિનેમા હોલ પરત ફર્યા છે, ત્યારે ચાહકો આ ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત છે. રણબીર કપૂર ‘શમશેરા’થી ૪ વર્ષ પછી પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. રણબીર કપૂરની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘સંજુ’ હતી. આ ફિલ્મ સંજય દત્તની બાયોપિક હતી. હવે રણબીર પોતે સંજય દત્ત સાથે ‘શમશેરા’માં કામ કરતો જાેવા મળશે. આ ફિલ્મ કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત છે અને આ વખતે રણબીર સાથે વાણી કપૂરની જાેડી જાેવા મળશે.

Entertainment-Film-Shamshera.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *