શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં નદીમાંથી રેતી ચોરી કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.બી.ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત ગાવડકા ગામ નજીક શેત્રુજી નદી પટમાંથી ગે.કા કોઇ પાસ પરમીટ ,લીઝ કે રોયલ્ટી વગર રેતી ચોરી કરતા એક ઇસમને બે ટ્રેક્ટર તથા બે ટ્રેક્ટરોની ટ્રોલીમાં ભરેલ આશરે ૪ ટન રેતી તથા ટ્રેક્ટરની કિંમત મળી કુલ કિ.રૂ. ૬,૫૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન અલગ અલગ બે ગુન્હાઓ રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
*ગુનામાં પકડાયેલ આરોપીની વિગત*
૧) ઇમરાન ઉર્ફે પીન્ટુ રહીમભાઇ શામદા ઉ.વ ૩૦ ધંધો-ડ્રાઇવિંગ રહે- સુળીયા ટીંબા અંબીકા નગર પાસે અમરેલી તા.જી- અમરેલી
*પકડવાના બાકી આરોપી*
૧) સોનાલીકા ટ્રેક્ટર ચેચીસ નં BZESR1003398S3 નો ચાલક/માલીક
આ કામગીરી શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.બી.ચૌધરી પો.સબ.ઇન્સ.તથા અમરેલી રૂરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area


