Gujarat

સાવરકુંડલા શહેર કોંગ્રેસ દ્વારા હજુ તો મામલતદાર ઓફિસ સામે રાહુલ ગાંધીના સમર્થનમાં મૌન ધરણા વિરોધ વ્યકત કરે ત્યાં તો સાવરકુંડલા શહેર પોલીસ દ્રારા આ કાર્યક્રમમાં ભાગ લેતા કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક સમેત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

———————————————————————
આજરોજ સવારે ૧૦-૩૦ આસપાસ સાવરકુંડલા શહેર કોંગ્રેસ દ્વારા રાહુલગાંધીનાં સમર્થનમાં મામલતદાર કચેરી સામે શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ડોડીયા અને કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચકની આગેવાની હેઠળ હજુ તો પાંચ દસ મિનિટ ધરણા પર બેઠાં ત્યાં જ સાવરકુંડલા શહેર પોલીસ દ્રારા અહીં ધરણા કરતાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અને આ સંદર્ભે સાવરકુંડલા શહેરના કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચકે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ મૌન વિરોધ વ્યક્ત કરવા માટે ધરણા પર બેઠાં હતાં જો કે લોકતંત્રમાં લોકતાંત્રિક ઢબે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવી એ આમજનતાનો મૌલિક અધિકાર છે પરંતુ સાંપ્રત સરકાર તમામ મૂલ્યોને નેવે મૂકીને કાર્ય કરતી જોવા મળે છે. એ વાત દુખ સાથે વ્યકત કરી હતી. હા, સાવરકુંડલા શહેર કોંગ્રેસને ધરણા પર બેસવા કે મૌન વિરોધ વ્યક્ત કરવા તંત્ર દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. આવી પરિસ્થિતિમાં હવે લોકતાંત્રિક મૂલ્યોનું જતન કરવું એ ખૂબ જરૂરી છે એમ સાવરકુંડલા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચકે સ્પષ્ટરીતે પોતાના આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું.

Screenshot_20220622-130848_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *