22/06/2022
સાગર નિર્મળ
જૂનાગઢ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે બનેલા ગોસ્વામી સમાજની ૮ વર્ષની દીકરી પર એક નરાધમ દ્વારા હેવાનિયત ભર્યા કૃત્ય સાથે મર્ડરના બનાવમાં આજરોજ જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ, સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત કોળી સમાજ, કરણી સેના અને ગોસ્વામી સમાજના પૂજ્ય તનસુખ ગીરીબાપુ. રતીગીરી મેઘનાથી બાપુના નેજા હેઠળ જુનાગઢ ગોસ્વામી સમાજના પ્રમુખશ્રી રૂપેશ ગીરીબાપુ એડવોકેટ દેવગીરી અપારનાથી, મિલનગીરી અપારનાથી, મહેશગીરી ગૌસ્વામી મિલનગીરી મેઘનાથી, રીધમગીરી ગોસ્વામી, અને સંજયગીરી ગૌસ્વામી સહિતના ગોસ્વામી સમાજના અગ્રણીઓ સાથે જુનાગઢ રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ અને યુવા મંડળના રાજુબાપુ ભડીગજી, સહિતના સભ્યો તેમજ જુનાગઢ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ધારાસભ્ય ભીખાભાઈ જોષી કરણી સેના નાધર્મેન્દ્રસિંહ અને કોળી સમાજમાંથી બટુકભાઈ મકવાણા તેમજ આહીર સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં સાથ આપી એક વિશાળ રેલીના સ્વરૂપમાં જૂનાગઢ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
આવા ગુનેગારને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી આજના આ આવેદનપત્ર પાઠવવામાં મહિલા પાખ પણ જોડાયા હતા, અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ આગેવાનોની અધ્યક્ષતામાં જૂનાગઢ કલેકટરશ્રી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


