Gujarat

ઉત્સાહનો ખજાનો યુવાનીમાં વેડફવો ન જોઈએ: જેતપુર ના મુખ્ય કોઠારી સદગુરૂ શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી ક્ષાનરસ પીરસી રહ્યા છે 

શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુર ના મુખ્ય કોઠારી સદગુરૂ શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા સમાજના હિતમાં અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં મુખ્યત્વે સમાજના લોકો કુટેવો અને વ્યસન છોડી અને સારૂં જીવન જીવવાની રીત અપનાવે એવાં પ્રયાસો પુજ્ય શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા થઈ રહ્યા છે જેમાં જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન માં તો થાય જ છે પરંતુ ફરેણી સુરત પોરબંદર જામનગર આદીક સહેરોમા પણ સ્વામી પોતેજ વિચારણ કરીને યુવાનો ને વ્યસન છોડવા અને સમાજને ઉપયોગી બનવા માટેનું માર્ગદર્શન આપે છે
જેતપુર ભગવાન શ્રી સ્વામિનારાયણ નું ગાદી સ્થાન છે એ ગાદી સ્થાન થી દરરોજ રાત્રે ૮.૪૫ થી ૧૦ કલાક સુધી ભક્તચીંતામણી કથા ૭૩૫ દિવસથી દરરોજ લાઈવ પ્રસારણ કરવામાં આવે છે જે કથા , ગાદી સ્થાન જેતપુર યૂટ્યુબ, ગુણાતીત ૧૦૦૮ યૂટ્યુબ, સદવિધયા ટીવી પર દરરોજ રાત્રે લાઈવ પ્રસારણ પ્રસારિત કરવામાં આવે છે દરેક પરિવારે સાથે બેસીને સાંભળવા લાયક આ ભક્તચીંતામણી કથા છે,
તેમજ દર મહિનાના પ્રથમ રવિવારે જેતપુર ગાદી સ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાં પટાંગણમાં સાંજે ૫ થી ૭ માસીક સત્સંગ સભા નું આયોજન કરવામાં આવે છે જેમાં જેતપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વસતા હરિભક્તો આવે છે તેમજ પોરબંદર જામનગર રાજકોટ જૂનાગઢ આદીક થી હરિભક્તો સહ પરિવાર આ સત્સંગ સભા નો લાભ લેવા પધારતા હોય છે સભા નાં અંતે મહા પ્રસાદ આપવામાં આવે છે,
આવી જ રીતે સુરતમાં પણ પુજ્ય શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા બુધવાર ની શુક્રવાર ની રાત્રી સત્સંગ સભા તેમજ માસિક આત્મિય સભા બાળ સભા યુવક અને બાળ સભાઓ નું નિર્ધારિત સમયમાં આયોજન કરવામાં આવે છે તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુન્જ સુરત ના ત્યાગી બહેનો દ્વારા બાલીકા સત્સંગ સભા તેમજ યુવતી સત્સંગ સભાઓ અને દર એકાદશી નાં બહેનોની સંયુક્ત સત્સંગ સભાઓ થાય છે જેમાં ત્યાગી બહેનો દ્વારા બાલીકા યુવતીઓ સાથે બહેનો ને સાત્વિક જીવન કેમ જીવવું અને સરળ સ્વભાવ કેમ કેળવવો એ આદીક ધાર્મિક બનવા માટેનું સચોટ સત્સંગ કથા વાર્તા દ્વારા જાણકારી આપવામાં આવે છે, સુરત શહેરમાં અવાર નવાર વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે અને હજારો લોકો દરરોજ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કર્યા બાદ જ પોતાના ધંધા રોજગાર ઉપર જતા હોય છે,
પુજ્ય શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા અનેક પરિવારો ને સરળતાથી માર્ગદર્શન આપે છે અને એ પરિવાર સારી રીતે સંપ અને સંગઠન થી સાથે મળીને રહે એવી સમજાવટની વાતો કરીને એ પરિવાર સાથે આત્મીયતા દાખવે છે,
સંયુક્ત પરિવારમાં નાનાં મોટાં દરેક પ્રકારના પ્રશ્નો આવતા હોય છે જેમનું નિરાકરણ પુજ્ય ગુરૂજી દ્વારા કરવામાં આવે છે અને જે માર્ગદર્શન પુજ્ય ગુરૂજી દ્વારા આપવામાં આવે છે એ માર્ગદર્શન એ પરિવાર સાથે બેસીને સ્વિકારી લૈ છે અને એ મુજબ આખો પરિવાર કરે છે એમાં કોઈ પણ વ્યક્તિ હનાકાની કરતાં નથી એવું વ્યક્તિત્વ ધરાવતા પરમ પૂજ્ય સદગુરૂ શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી જેતપુર ના અનેક પરિવારોને વેરવિખેર થતાં બચાવ્યા છે અને હાલ પણ એકજ કામ સત્સંગી કે બીન સત્સંગી જે પણ પુજ્ય ગુરૂજી પાસે આવે ત્યારે એમને સરળતાથી માર્ગદર્શન આપે છે અને એમની પાસેથી એમની તકલીફ વિશેની જાણકારી મેળવીને એમને યથાયોગ્ય મદદરૂપ થાય છે

IMG-20220623-WA0159.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *