Gujarat

રાજ્યના જુનિ. તબીબોના પ્રતિનિધિઓએ આરોગ્યમંત્રી સાથે કરી બેઠક

ગાંધીનગર
જનહિતલક્ષી અને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપીને હડતાલ પાછી ખેંચી લેવા મંત્રીએ કર્યો અનુરોધ હતો. રાજ્યના જુનિયર તબીબો દ્વારા તેમના પ્રશ્નો સંદર્ભે હાલ જે હડતાલ ચાલી રહી છે તે સંદર્ભે આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે આજે ગાંધીનગર અને ગોધરા ખાતે એમના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નો અને રજુઆતો સાંભળી હતી તેમજ સૌને માનવસેવાના આ મહાયજ્ઞમાં જાેડાઈ જવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ તમામ પ્રશ્નોના ત્વરિત,જનહિતલક્ષી અને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપીને હડતાળ પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો હતો.

India-Gujarat-Gandhinagar-Minister-of-State-for-Health-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *