Gujarat

ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગો અને નિરાધારોના આશ્રમમાં હેલ્થ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો કેમ્પમાં ૩૦ દિવ્યાંગો અને ૭૫ નિરાધારોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
   ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે અનેક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ કોરોનાથી બચવા માટે વેક્સિનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. એચ. એચ. ભાયાના માર્ગદર્શન હેઠળ અધિક આરોગ્ય અધિકારી શ્રી દિપકભાઈ પરમાર દ્વારા વેરાવળ ખાતે દિવ્યાંગો અને નિરાધારોનું હેલ્થ બોડી ચેકપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વેરાવળ દિવ્યાંગોના આશ્રમમાં ૩૦ દિવ્યાંગ અને ડારી ટોલનાકા પાસે આવેલ નિરાધારના આશ્રમમાં ૭૫ વ્યક્તિઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ ટેસ્ટ કરીને જરૂરી સારવાર પણ કરવામાં આવી હતી.
      આ કેમ્પને સફળ બનાવવા માટે  વેરાવળ અર્બન સેન્ટર લેબટેક અને ટીબી વિભાગ,  ડેટા મેનેજર આઈ.ડી.એસ.પી જીતુભાઈ તેમજ આરોગ્ય કર્મચારીઓ તેમજ NCDના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Attachments area

IMG-20220624-WA0616.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *