કોંગ્રેસ સરકાર હાઈ હાઈ ના નારા લગાવ્યા…..
જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા ગઈકાલે 25 જૂને કટોકટી દિવસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.વધુમાં ભાજપ કાર્યકરો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ભ્રષ્ટાચાર માં ગળાડૂબ કાઁગ્રેસ અને આંતરિક અશાંતિ ને ડામવા ઇન્દિરા ગાંધી દ્વારા 25 જૂન 1975 ના દિવસે દેશ પર કટોકટી લાદી હતી.મુખ્ય વિપક્ષના તમામ રાજનેતાઓ,સામજિક કાર્યકરોને 21 મહિના સુધી વિવિધ જેલોમાં પૂરી દેવામાં આવ્યા હતા.તેને લઈ આજ રોજ વંથલી શહેર ખાતે તાલુકા અને શહેર ના ભાજપ કાર્યકરો દ્વારા કાર્યક્રમ યોજી સંવિધાન ના રચયતા મહામાનવ ડો.ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને કોંગ્રેસ હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


