Gujarat

ભેસાણના મોરવાડા મુકામે પર્યાવરણ જાગૃતી અંગેનો “પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી” અંગેનો કાર્યક્રમ યોજાયેલ. 

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગરના મેમ્બર સેક્રેટરી સાહેબ તેમજ સિનિયર મેનેજર  નિશ્ચલભાઈ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ અને શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટનાં સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે ભેસાણના મોરવાડા ગામ મુકામે તા. ૨૪/૦૬/૨૦૨૨ નાં રોજ “પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી” અંગેનો ૧ દિવસનો તાલીમ કાર્યક્રમ યોજયેલ જેમાં ઉર્જા, પાણી, જમીન, સ્વચ્છતા, પ્રદૂષણના વિવિધ પ્રકારો તથા કારણો, ઉપાયો, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, હવા પ્રદૂષણ ઘટાડવા અંગેના ઉપાયો તેમજ પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અંગે પ્રોજેક્ટર તથા વિવિધ રમતોના માધ્યમ દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવેલ તેમજ તાલીમ સંબંધીત માહિતી કીટ પૂરી પાડવામાં આવેલ આ તકે ગામના સરપંચ  દુર્લભભાઈ ઠાકરશીભાઈ કાપડીયા, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દેસાઇ રશિલાબેન તેમજ નિવૃત શિક્ષક  લક્ષ્મીદાસ વડાલીયા તથા આશા વર્કરો, આંગણવાડી વર્કરો, ગ્રામ પંચાયત સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ સમગ્ર તાલીમનું સંચાલન સંસ્થાના  રાજેનભાઇ કારીયા, પરેશભાઈ ઠક્કર, જયેન્દ્રભાઈ અને સોહમભાઇ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

IMG-20220624-WA0821.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *