મોડાસા
ફરેડી પાસે માલપુર તરફ બાઇક પર જઈ રહેલા માલપુર તાલુકાના ટીસ્કી અને વાવડીના બે ડમ્પર ચાલક અને મોડાસાના ફરેડીનો ડમ્પર ચાલકને પાછળથી કાર નંબર જીજે ૧૫ સીએચ ૦૧૯૪ એ ટક્કર મારતાં બાઇક અને કાર સાથે ૧૫૦૦ ફૂટ હવામાં ફંગોળાઈને બે પલટી મારી ગઇ હતી અને તેની સાથે બાઇકને પણ ઢસડી જતાં બાઇક ચાલક અને તેની ઉપર સવાર અન્ય બે શખ્સોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. કારચાલક અને તેની સાથે રહેલી મહિલાનો આબાદ બચાવ થયો હતો અને બંને ગાડી મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આજુબાજુથી ખેડૂતો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ૧૦૮ નો સંપર્ક કર્યો હતો. માલપુર તરફથી અને મોડાસા તરફથી ૧૦૮ દોડી આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય ડ્રાયવર મિત્રોનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાંકાર અને બાઇક બંનેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારની હાલત ડબ્બા જેવી થઈ ગઈ હતી કે તેમાં બેઠેલા મહિલા અને ચાલક અને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. પરંતુ તેઓ કઈ સ્થિતિમાં ગાડીમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યા તે ગ્રામજનો માટે ચર્ચાનો વિષય બન્યો હતો. ઉપરોક્ત કારચાલક અને મહિલા વાપીના હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણેય ડમ્પરના ચાલકો બાઇક પર બેસીને એકબીજાને ઘરે છોડવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન ત્રણે કાળનો કોળિયો બની ગયા હતા.મોડાસા-માલપુર નેશનલ હાઇવે ઉપર ફરેડી પાસે માલપુર તરફ બાઇક પર જઇ રહેલા ૩ ડમ્પર ચાલકોને પાછળથી કારે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને બાઇક હવામાં ફંગોળાઈને ૧૦ ફૂટ નીચે ખાડામાં ખાબક્યા હતા. અકસ્માતમાં ઘટનાસ્થળે ત્રણેય ચાલકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મૃતકો ઘટનાસ્થળથી નજીકના વિસ્તારના હોવાથી મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ અને પરિજનો દોડી આવ્યા હતા અને ભારે રોકકળ કરી કકળાટ મચાવી મૂક્યો હતો.


