Gujarat

ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસને વધુ મોટો ફટકો પડ્યો

રાજકોટ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. રાજકોટ જિલ્લાના બે તાલુકાના કોંગ્રેસ પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય ખૂંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુર સિંહ જાડેજાએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. બંને નેતાએ પોતાના કામની નોંધ લેવાતી ન હોવાથી રાજીનામા આપ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે. આમ વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એકવાર કોંગ્રેસ તૂટી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *