જેતપુર
જેતપુરના સ્ટેશન વાવડી ગામના દડુભાઈ મેણશીભાઈ કટીર (ઉવ ૬૦)વાળા પોતાનું મોટર સાયકલ લઈને પોતાના ગામ જતા હતા ત્યારે ખીરસરા અને ખજુરી ગુંદાળા ગામની વચ્ચે પહોંચતા માતેલા સાંઢની જેમ આવતા એક ડમ્પરે તેમને હડફેટે લેતા તેમને માથાના ભાગે અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. માથામાં ઉંડો ઘા પડી ગયો હતો અને જમણો પગ સાંધામાંથી જુદો પડી ગયો. ફકત ચામડીના આધારે શરીર સાથે ચોંટી રહ્યો હતો તેવી ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. પોલીસે અકસ્માત સર્જનારા ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા તજવીજ આરંભી છે.જેતપુરના ખીરસરા અને ખજુરી ગુંદાળા વચ્ચે એક મોટર સાયકલ ચાલક વૃદ્ધને બેફામ દોડતા આવતા એક ડમ્પરે હડફેટે લેતા ચાલકને માથા અને પગને ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને આગળની કાર્યવાહી આરંભી છે.


