શ્રી અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં અષાઢી બીજનાં તહેવાર નિમીત્તે જગન્નાથજા રથયાત્રા / શોભાયાત્રાઓ નિકળનાર હોય જેનાં ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે હેતુ થી ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિચાર ધરાવતા ઇસમોને વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે પી બી લક્કડ ઈન્ચાર્જ પો.સબ ઇન્સ.શ્રી એસ.ઓ.જી.અમરેલી તથા એસઓજી ટીમ દ્વારા ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ધારી તાલુકા ગીગાસણ ગામનાં બસ સ્ટેશન નજીક એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર (અગ્નિશન્ન હથિયાર) રાખી ઉભો છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાન બાતમીવાળી જગ્યાને બ્રેડન ફરી રેઇડ કરતા દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી,
શિવરાજભાઇ ઉર્ફે યુવરાજભાઇ ગભરૂભાઇ કોટીલા, ઉવ.-૨૬, ધંધો-ખેતી, રહે.ગીગાસણ, તા.ધારી,
જી.અમરેલી
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર)નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુહો દાખલ કરાવી
આરોપીને વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે,
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ પી.બી.લક્કડ ઈન્ચાર્જ પો.સબ ઇન્સ.શ્રી એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને દેશી બનાવટનો તમંચો
(અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


