રાજસ્થાન ના ઉદયપુર ના કનૈયાલાલ ના હત્યારાઓ ને તાત્કાલિક ફાંસી સહિત દાખલારુપ સજા કરવા સુત્રોચારો કરી કરાઈ માંગ,,
રાજસ્થાન ઉદયપુર માં બે કટ્ટરપંથીઓ દ્વારા દરજી કામ કરતા હિન્દુ યુવાન કનૈયાલાલ ની સરેજાહેર ગળુ કાપી ક્રુર હત્યા કરાઈ છે એટલા થી ના રોકાતા તેનો વિડીયો બનાવી અને દેશ ના પ્રધાનમંત્રી શ્રી ને ધમકી પણ આપવામા આવી હતી તે ઘટના નો સખ્ત શબ્દો મા વિરોધ સાથે આ બંને કટ્ટરપંથી હત્યારાઓ તથા તેમા મદદગાર તમામ ને તાત્કાલિક ફાંસી સહિત દાખલારુપ સજા કરવાની માંગ સાથે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમસ્ત સનાતન હિન્દુ સમાજ ને સાથે રાખી ડી વાય એસ પી માંગરોળ મારફત રાષ્ટ્રપતીશ્રી તથા રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્ય ને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ,
આ આવેદનપત્ર મા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના આગેવાનો સહિત તમામ હિન્દુ સંગઠનો ના આગેવાનો વેપારી આગેવાનો સહીત મોટી સંખ્યા મા સમસ્ત હિન્દુ સમાજ નો લોકો જોડાયા હતા
રીપોર્ટર,,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


