સુરત
સુરતની કામગીરી સ્વચ્છતામાં દેશમાં નામના મેળવી ચૂકી છે. ગંદા પાણીના નિકાલ માટે જન અભિયાન હાથ ધરાયું છે. ત્યારે દેશભરમાં સુરત અને ગુજરાત રોલ મોડલ બને તે માટે અભિયાન હાથ ધરાયું છે.આજે અમારા વિસ્તારમાં કાર્યકરોની સાથે લોકોને ભાજપમાં જાેડાવા માટે હાંકલ કરી છે. કતારગામમાં આવેલી ડભોલી સોસાયટીમાં મંત્રી મોરડિયા કાર્યકરો સાથે પહોંચ્યાં હતાં. જ્યાં રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. સોસાયટીના વિકાસની વાતો પણ કરી હતી. સાથે જ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો અને આગામી સમયમાં થનારા વિકાસના કામોની પણ વાતો કરી હતી.વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ત્યારે મતદારોને આકર્ષવા માટે દરેક રાજકીય પક્ષોએ કમર કસી છે. ત્યારે ભાજપ દ્વારા પણ દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી પદે આરૂઢ થયેલા વિનુભાઈ મોરડિયાએ ભાજપના કાર્યકરો વધારવા માટે અભિયાન હાથ ધર્યું છે. તેમણે વરસતા વરસાદમાં લોકોના ઘરે જઈને ભાજપમાં જાેડાવા માટેની અપીલ કરી હતી.


