અમદાવાદ
આજે અષાઢી બીજ અને રથયાત્રાને લઇ રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે. વિવિધ જગ્યા પર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે. ત્યારે અમદાવાદમાં અડાલજ ખાતે પણ રથયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ અડાજણ ખાતેના જેસીએઆરસીના પ્રાંગણમાં યોજાયો હતો. આ તકે મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કૃષિ તથા પશુપાલન વિભાગ મંત્રી રાધવજી પટેલ પણ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


