રીપોર્ટર,મકસુદ કારીગર,કઠલાલ
ભારત સરકારના સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ દ્વારા કઠલાલ તાલુકાના અરાલ લ,ખડાલ અને અપ્રુજી સહિતના 15 જેટલા ગામોની મુલાકાત કરવામાં આવી.આ મુલાકાત દરમિયાન દેવુસિંહ ચૌહાણ દ્વારા ગામના સરપંચ અને કાર્યકરોને સરકારની યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ હોદ્દેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત સમયે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,એપીએમસી વાઇસ ચેરમેન લખનસિંહ ડાભી,મહેમદાવાદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ધીરજસિંહ અને કાર્યકરો ઉપસ્થિત થયા હતા.


