જૂલાઇ- આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત યાત્રા વિકાસ રથ’ તા. ૫ થી ૧૮ જુલાઇ સુધી રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરાયું છે. કલેકટર શ્રી રચિત રાજે સમગ્ર કાર્યક્રમ ની સફળતા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે.
જેના ભાગ રૂપે જુનાગઢ જિલ્લામાં આ વિકાસ રથના સુચારૂ અમલીકરણને આખરી ઓપ આજે યોજાયેલી મિટિંગમાં અધિક નિવાસી કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાના અધ્યક્ષસ્થાને અપાયો હતો.
આ તકે વિકાસ યાત્રામાં સરકારનાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, વિવિધ યોજનાઓની લોકોને આપવાની જાણકારી, સરકારી યોજનાની ફિલ્મની રજૂઆત, રથના રૂટ, સેવા સેતુ, નવા વિકાસ કામોની જાહેરાત, સરકારી યોજનાના લાભોનું લાભાર્થીઓને વિતરણ, રથના રાત્રિ રોકાણ, સહિતની વ્યવસ્થાઓ વગેરે બાબતોને આવરી લેવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાકક્ષાની સમિતિમાં જે કોઈને જવાબદારી સોંપાઈ છે. તે તમામ અધિકારીઓએ ચીવટ રાખીને કામગીરી કરવા અધિક નિવાસી કલેક્ટરશ્રીએ સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, આરોગ્ય અધિકારી, સહિતના વિવિધ ખાતાનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
