Gujarat

રાજુલામાં સીમેન્ટ કંપની કોલોનીમાં સિંહે ઘૂસી પશુને મારી નાંખ્યું હતું

અમરેલી
જાફરાબાદના દરિયા કાંઠે દીપડાની લટારના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેમાં દીપડો દરિયાકાંઠાની મજા માણતો હોય તેવું જાેવા મળ્યું હતું. અહીંથી થોડા આગળના વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા વનવિભાગે એક દીપડાને પાંજરે પણ પુર્યો હતો. આ વિસ્તારમાં ઠંડક ભર્યું વાતાવરણ હોવાને કારણે વન્યપ્રાણીઓની લટાર વધી રહી છે. જે ચિંતા જનક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત રાજુલાના કોવાયા ગામ નજીક આવેલી એક સીમેન્ટની કંપનીની કોલોનીમાં સિંહ ઘુસી આવ્યો હતો. જે સિંહે એક પશુનું મારણ પણ કર્યુ હતું. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારના દરિયા કાંઠે અગાવ વર્ષ ૨૦૧૫ આસપાસ સિંહ આવી ચડ્યો હતો. કલાકો સુધી દરિયા કાંઠે રહ્યા બાદ સિંહે દરિયામાં છલાંગ મારી દીધી હતી. જે બાદ પોણી કલાક સુધી દરિયામાં રહ્યો હતો. ત્યારબાદ વનવિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યૂં ઓપરેશન હાથ ધરી બહાર કાઢ્યો હતો.અમરેલીના જાફરાબાદના દરિયા કાંઠે દીપડાની લટાર જાેવા મળી હતી. જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં સિંહ અને દીપડા સહિત વન્યપ્રાણીઓનો વસવાટ વધી રહ્યો છે. ત્યારે જાફરાબાદ શહેરના લાઈટ હાઉસ વિસ્તારના દરિયા કાંઠે દીપડાની લટાર જાેવા મળી હતી. સ્થાનિક દ્વાર દીપડાના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ ઉપરાંત રાજુલાના કોવાયા ગામ નજીક એક સીમેન્ટની કંપનીની કોલોનીમાં સિંહ જાેવા મળ્યો હતો. આ સિંહે એક પશુનું મારણ પણ કર્યુ હતું. વન્યપ્રાણીઓની લટારને પગલે લોકોમાં ભયનો માહોલ પણ જાેવા મળ્યો હતો.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *