Gujarat

ગીર સોમનાથના ૧૫ થી ૩૫ વર્ષના અનુસુચિત જાતિના યુવક–યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધસહિતના મુદ્દે તજજ્ઞો દ્વારા અપાશે માર્ગદર્શન
 ગિરગઢડા
 ભરત ગંગદેવ
 કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ સંચાલિત અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુસુચિત જાતિના ૧૫થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓમાં વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં ભાગ લેવા માટે ગીર સોમનાથ જીલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના અનુસુચિત જાતિના યુવક યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ, ઇણાજ ખાતેથી અરજી ફોર્મ મેળવી નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, આધારકાર્ડ, અગાઉ કોઈ શિબિરમાં ભાગ લીધેલ હોય તો તેના પ્રમાણપત્ર તેમજ અન્ય જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથેની અરજી તા.૧૧/૦૭/૨૦૨૨ સુધીમાં કચેરી ખાતે જમા કરવાની રહેશે. શિબિરની તારીખ, સ્થળ અને સમય ટેલીફોન દ્વારા જાણ કરવામાં આવશે એવું જિલ્લા રમત ગમત કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *