ઊનાના પાણખાણ ગામે ગઢ ફળીયા નામે ઓળખાતી શેરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ધીરૂ ભુરા ગોહીલ, ધનશ્યામ દાદુ ગોહીલ, રાણા રાજા સાવધરીયા, વનરાજ કનુ ગોહીલઘ દિનેશ લાલજી ગોઢાણીયા, વિક્રમ રાણા ગોહીલ, ધીરૂ ભીખા દુદાવાળા તમામ રહે. પાણખાણ વાળાને પોલીસે રેઇડ દરમ્યાન રૂ.૧૩,૩૨૦ના મુદામાલ સાથે સાત શખ્સોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ ખજુદ્રા ગામે ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા ગોવિંદ પોલા ચોહાણ, મનુ ઉકા ચોહાણ, ભાણા ચીના સોલંકી, બાલુ બોઘા સોલંકી, રામ પોલા ચોહાણ તેમજ અરશી ચીના સોલંકી આ તમામ રહે. ખજુદ્રા વાળાને રોકડ રકમ સહીત કુલ ૨૧,૨૪૦ના મુદામાલ સાથે પકડી પડેલ છે. તેમજ ઉના રામનગર ખારા વિસ્તારમાં બાવળની કાંટમાં જુગાર રમતા ભરત રામ વાજા, છગન નાનુ વાળા, અશ્વિન રાણા વાધેલા તિનપતીનો જુગાર રમતા હોય પોલીસે બાતમી આધારે રેઇડ કરતા રૂ.૧૨,૫૬૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ હોય આમ પાણખાણ, ખજુદ્રા, તેમજ ઉનામાંથી કુલ ૧૫ શખ્સોને કુલ રૂ. ૪૭,૧૨૦ ના મુદામાલ સાથે પોલીસે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
