ઊના –કેન્દ્રસાશીત દિવ તરફથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેર થતી હોય તેમ દિવથી પાંચ મહીલાઓ દારૂનો જથ્થો લઇ આવતી હોવાની બાતમી આધારે પી આઇ એમ યુ મસીની સુચના મુજબ પી એસ આઇ ડી બી લાખણોત્રા, એચ આર ઝાલા, પીપી બાંભણીયા, નિલેશભાઇ છગનભાઇ, ભીખુશા બચુશા, વિજયભાઇ, વિશાલભાઇ સહીતનો સ્ટાફે વોચ રાખી પાંચ મહીલાને દારૂના મુદામાલ સાથે પકડી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રંજનબેન વિજય વાઘેલા, લક્ષ્મીબેન વિપુલ વાઘેલા રહે. ઊના ખારા વિસ્તાર, પિન્ટુબેન કેશુ ડાભી, રેખાબેન સુરેશ બારૈયા, તેમજ રેખાબેન કાના મેરવાણા રહે. વેરાવળ આ તમામ મહીલાઓ દિવથી દારૂ લઇ આવતી હોવાની બાતમી આધારે પોલીસે દેલવાડા નવાબંદર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. અને આ મહીલાઓ પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બોટલો નં.૧૦૬ તેમજ બીયરના ટીન ૬૫ જેટલો જથ્થો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


