Gujarat

માણાવદર ગીરગાય સંવર્ધન કેન્દ્ર અનસૂયા ગૌધામની મુલાકાતે સંતો અને આગેવાનોની હારમાળા

*(જીગ્નેશ પટેલ દ્વારા)*
મુંબઈ સ્થિત અને મુંબઈમાં આર્થિક ટંકશાળ પાડતા મોટા ધંધાને તિલાંજલિ આપી એકમાત્ર સેવાના ઉદ્દેશથી માણાવદરમાં શિફ્ટ થયેલા શ્રીમાન હિતેન શેઠ અને શ્રીમતી મેઘના શેઠે માણાવદરમાં ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે સાડા ત્રણ વીઘામાં અનસુયા ગૌધામનું નિર્માણ કર્યું છે. અહીં 40 થી વધારે ગીર ગાયો તથા ગીર વાછરડી – વાછરડાઓનો ઉછેર થઈ રહ્યો છે આ ગૌધામની ખ્યાતિ એટલી બધી પ્રસરી ગઈ છે કે અહીં સંવર્ધાતિ ગૌમાતાઓ, ગોવંશને જોવા બહારના સંતો અને આગેવાનો કે જેવો પણ ગૌસેવા સાથે સંકળાયેલા છે તે આવી રહ્યા છે આ ગૌધામની સરાહના કરી રહ્યા છે.
આજરોજ પોરબંદરના ગીર ગાયોના સંવર્ધક રખેવાળ રાજસીભાઈ મહેર, ધીરુભાઈ કાઠિયાએ આ ગૌધામની મુલાકાત લઇ ગીર ગાયુના સંવર્ધન પ્રક્રિયાની માહિતી હિતેનભાઈ તથા મેઘનાબેન શેઠ પાસેથી મેળવી આ અનસુયા ગૌધામની પ્રશંસા – સરાહના કરી હતી. રાજસીભાઈ મહેર પોતે પોરબંદરમાં ગીર ગાયોના ઉછેર નું કાર્ય કરી રહ્યા છે તેમની ગૌશાળામાં 450 ગીર ગાયો છે.
આ તકે હિતેનભાઈ શેઠ તથા મેઘનાબેન શેઠે ધીરુભાઈ કાઠિયા નું સાલ ઓઢાડી અને ચાંદીનો સિક્કો પુરરુકૃત કરી સન્માન કર્યું હતું. ધીરુભાઈ કાઠિયાએ માણાવદર જેવા નાના ક્ષેત્રમાં ગીર ગાયો ઉછેર કેન્દ્ર શરૂ કરવા બદલ શેઠ દંપત્તિને બિરદાવ્યા હતા
રિપોર્ટર- જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220705_105639.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *