Gujarat

ગુજરાતની લોકપ્રિય લોકગીત ગાયિકા રેખાવાળાએ માનવ મંદિરે આવી મનોરોગી બહેનો સાથે અણમોલ પળો વિતાવી.. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ગુજરાતની લોકપ્રિય લોક ગાયિકા રેખા વાળા સાવરકુંડલા શહેરનાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિરની મુલાકાતે. ભજન સાથે ભોજનનો અનોખો સંગમ આમ પણ સંગીત અને ગાયન આ બંને ઈશ્ર્વરીય મહેરબાનીનો પ્રસાદ છે. રેખા વાળા આમ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહાર પણ જ્યાં ગુજરાતીઓ વસે છે એવા વિસ્તારોમાં પણ અનેક પોતાના લોકગીત અને ભજન સંધ્યાના કાર્યક્રમો કરી ચૂક્યા છે. આ માનવમંદિરની મુલાકાતે પધારી ખુદ સ્યંમ આ માનવમંદિરની મનોરોગી બહેનોને ખૂબ જ ભાવથી ભોજન પીરસતાં પણ  જોવા મળેલ. અને પોતે કલાના ઉપાસક હોય ભોજનની સાથે જ ભજનની સૂરાવલી પણ છેડી. અને આમ ભજન અને ભોજનનો  માનસિક આનંદ આ મનોરોગી બહેનોની સાથે માણતાં જોવા મળેલ. આમ તો આ માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ પોતે પણ એક અચ્છા ભજનીક પણ છે. પરંતુ હાલ તો આ મનોરોગી બહેનોની સારસંભાળ અને જતન એ જ એનું સાચું ભજન હોય છતાં સમય મળ્યે સારેગમના સૂર અને તાલની સંગત પણ કરી લે છે. બસ આ  નિજાનંદ અને સેવાના સત્યને સાર્થક કરવા એ જ એમનું લક્ષ્ય છે.

Screenshot_20220705-141815_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *